મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીના ફોનમાં ફોન ન કરવાનું સમજાવવા ગયેલા યુવાનને છરી ઝીકનારા આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં પત્નીના ફોનમાં ફોન ન કરવાનું સમજાવવા ગયેલા યુવાનને છરી ઝીકનારા આરોપીની ધરપકડ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા યુવાનની પત્નીને એક શખ્સ દ્વારા અવારનવાર ફોન ઉપર ફોન કરવામાં આવતા હતા. જેની તે યુવાનને જાણ થતાં તે ફોન કરનાર શખ્સને ફોન ન કરવા માટે કહ્યું હતું ત્યારે ફોન કરનાર શખ્સે પોતાની પાસે રહેલ છરી વડે તેના ઉપર હુમલો કર્યો હતો જેથી યુવાનને ઇજા થઈ હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની ફરિયાદ નોંધાઈ હોવાથી તેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ પર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા મનીષભાઈ મનસુખભાઈ સાણંદિયા જાતે પટેલ (૩૦)એ પ્રમુખસ્વામી સોસાયટીમાં જ રહેતા દીપભાઈ રાજેન્દ્રભાઈની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યૂ હતું કેઆરોપી તેની પત્નીના ફોનમાં અવારનવાર ફોન કરતો હતો અને જે બાબતની તેને જાણ થતા તે આરોપીને ફોન ન કરવાનું કહ્યું હતું ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે રહેલ છરી વડે તેના ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને ફરિયાદીને ડાબા ખભ્ભાના પાછળના ભાગમાં છરીના ઘા માર્યા હતા અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ સારવાર લઈને તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અરવિંદભાઇ ઝાપડિયા દ્વારા આરોપી દિપગીરી રાજેશગીરી ગોસ્વામી જાતે બાવાજી (૨૧) રહે. પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર નવલખી ફાટક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શિવદાસ રાજારામ નિશાદ (૪૫) નામના યુવાનને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે આ બનવાની આગળની તપાસ વી.ડી. મેતા દ્વારા કરવામાં આવી રહી છે

ફિનાઇલ પીધું

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા અસગર હુસેન સેડાત (૨૮) નામના યુવાને કોઈ કારણોસર ફીનાઈલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે

મારામારી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજેશભાઈ મોહનભાઈહડિયલ (૪૭) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં થઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી હતી અને યુવાનના ઘરે થયેલ મારામારીના બનાવમાં તેને ઈજા થયો હોવાથી સારવાર માટે લઈને આવ્યા હતા






Latest News