મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ


SHARE









મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણનુ આયોજન કરવામા આવ્યુ છે.

આ વિતરણ તા.૩ ને રવિવાર થી શરૂ થયેલ છે. ફરસાણ તેમજ મીઠાઈ મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી.સમાજનો દરેક વર્ગ તહેવારોની મજા માણી શકે તે હેતુસર દરવર્ષ મોરબી જલારામ મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે મિઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ વિવિધ મીઠાઈ તેમજ ફરસાણનુ વિતરણ રાહતદરે કરવામા આવશે. જેમા શુધ્ધ અમૂલ ઘી માંથી બનેલ મોહનથાળ, થાબડી, ચોકલેટ બરફી, રાજભોગ બરફી, કેસર બરફી, જાંબુ, લીસા લાડુ, મોતીચુર લાડુ, પીળો મેસુબ, સફેદ મેસુબ, ટોપરા પાક, માંડવી પાક,બોમ્બે હલવો, કેસર પેંડા, સફેદ પેંડા સહીતની મીઠાઈઓ ઉપરાંત ભાવનગરી ગાંઠીયા, પાપડી ગાંઠીયા, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સેવ, તીખી સેવ, તીખુ ચવાણુ, મોરૂ ચવાણુ, સક્કર પારા, દાબેલા ચણા, ફરાળી ચેવડો, શિંગ ભજીયા, તીખી દાળ, બટેકા વેફર મોરી, બટેકા વેફર તીખી કેળા વેફર,ભાખરવડી,ફરસીપુરી, ચણા દાળ, ખાજલી, ખાખરા, મસાલા સિંગ સહીત નુ ફરસાણ રાહતદરે ઉપલબ્ધ રહેશે.વ્યવસાયિક પ્રતિષ્ઠાન કે સંસ્થાના કર્મચારીઓને મીઠાઈ તથા ફરસાણની કીટ વિતરણ કરવા માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦ ૮૨૪૬૮, હરીશભાઈ રાજા મો.૯૮૭૯૨ ૧૮૪૧૫ ઉપર સંપર્ક કરવી યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News