મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરામાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી ત્રણ આરોપીની ધરપકડ


SHARE





માળીયા (મી)ના મોટા દહીસરામાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી ત્રણ આરોપીની ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને બંને ગુનામાં કુલ મળીને ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા કૃપાલસિંહ વીસુભા જાડેજા જાતે દરબાર (૩૭)એ હાલમાં અજયસિંહ ભાવુભા જાડેજા અને કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા રહે. બંને મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેણે અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને આરોપીઓએ તેને ગાળો આપી હતી અને અજયસિંહ જાડેજાએ ફરિયાદીને લોખંડના પાઇપ વડે જમણા હાથના અંગૂઠામાં અને નાકના ભાગે માર મારીને ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ક્રિપાલસિંહ જાડેજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજયસિંહ ભાવુભા જાડેજા અને કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

જોકે સામા પક્ષેથી મારામારીના આ બનાવમાં મોટા દહીસરા ગામે રહેતા કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા જાતે દરબાર (૨૭)એ ક્રિપાલસિંહ વીસુભા જાડેજા રહે. મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, આરોપી પાસેથી અગાઉ તેણે ઉછીના રૂપિયા લીધેલા હતા જે રૂપિયા બાબતે આરોપીએ બોલાચાલી કરી હતી અને ફરિયાદીને ગાળો આપી હતી અને ફરિયાદી સાથે જપાજપી કરી છરી વડે તેને હાથમાં ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપી ક્રિપાલસિંહ વીસુભા જાડેજા રહે. મોટા દહીસરા વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News