મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની વી.સી. હાઇસ્કુલ ખાતે શિક્ષક દિને ૮ શિક્ષકો-૧૦ બાળકોને સન્માનિત કરાયા


SHARE









મોરબીની વી.સી. હાઇસ્કુલ ખાતે શિક્ષક દિને ૮ શિક્ષકો-૧૦ બાળકોને સન્માનિત કરાયા

મોરબીમાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરી શિક્ષક દિન સમારંભની  ઉજવણી શિક્ષણ વિભાગ ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી, મોરબી દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને  કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ  આ પ્રસંગે જણાવ્યું હતું કે શિક્ષક અને બાળકો વચ્ચેના સંબંધો સુમધુર હોય છે શિક્ષક ઈચ્છે તો બાળકમાં સારામાં સારા ગુણોનું નિરૂપણ કરી  વિવિધ પ્રકારના કૌશલ્યો વિકસાવી શકે છે. બાળકોની વિકાસ પ્રતિભાને ખીલવી શકે છે. બાળકોમાં ઉત્સાહનો સંચાર કરી શકે છે. હાલમાં વૈજ્ઞાનિકો દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાનના વૈજ્ઞાનિકોના ધડતરમાં પણ શિક્ષકોનો ફાળો મહત્વનો છે. તો કલેકટર જી. ટી. પંડયાએ આ પ્રસંગે  ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ  ૧૨ માં સાયન્સ વિભાગમાં મોરબી જિલ્લાએ પ્રથમ ક્રમાંક મેળવતા મોરબી જિલ્લાના સર્વે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન-કવનને યાદ કરી તેમના શ્રેષ્ઠ વ્યક્તિત્વને બિરદાવ્યું હતું. શિક્ષકો દ્વારા જ દેશના ભવિષ્યનો પાયો મજબૂત બની શકે છે.

શિક્ષકદિન સમારંભ કાર્યક્રમમાં મોરબી તાલુકાના સંજયકુમાર બાપોદરીયા અને અશોકભાઈ કાંજિયા, માળીયા મીયાણા તાલુકાના મહેશભાઈ ગાગિયા અને યોગેશભાઈ ગામી, ટંકારા તાલુકાના જીવતીબેન પીપળીયા,  હેતલબેન સોલંકી, દિપાલીબેન આદેશરા તેમજ વાંકાનેર તાલુકાના વિશાલકુમાર ચૌહાણને  મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ સ્કોલરશીપ લક્ષી પરિક્ષાઓ માં સફળતા મેળવેલ ૧૦ વિદ્યાર્થીઓ સન્માન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમનું સફળ સંચાલનશ્રી દિનેશભાઇ વડસોલાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણ અંબારિયા તાલુકા પ્રાથમિકશિક્ષણ અધિકારીઓ, આચાર્યઓ, શિક્ષકઓ, વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News