મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના ધોળેશ્વર મહાદેવ મંદિર નજીકથી તાજુ જન્મેલ મૃત બાળક મળી આવ્યું, અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધવા તજવીજ શરૂ


SHARE









મોરબીના ધોળેશ્વર મહાદેવ મંદિર નજીકથી તાજુ જન્મેલ મૃત બાળક મળી આવ્યું, અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધવા તજવીજ શરૂ

મોરબીના વીસીપરામાં આવેલા ધોળેશ્વર મહાદેવ મંદિર કેશવાનંદ બાપુના આશ્રમ પાછળ બાળકોનું સ્મશાન આવેલ છે ત્યાં આશરે બે દિવસ પૂર્વે જન્મેલ મૃત બાળક મળી આવ્યું હતું જેનો કમર સુધીનો હિસ્સો જાનવરોએ ફાડી ખાધેલ હોય બાળક સ્ત્રી છે કે પુરુષ તે હાલ સામે આવ્યુ નથી.રાજકોટ ખાતે ફોરેન્સીક પીએમ કરાવવામાં આવ્યું હોય અને હાલ મૃતક બાળકને અહીં ફેંકી જનાર શખ્સની સામે ગુનો નોંધવા માટે બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની મધુવન સોસાયટીમાં રહેતા ગિરિરાજગીરી જેઠીગીરી ગોસાઈ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી કે, મોરબીના વીસીપરામાં આવેલા કેશવાનંદ આશ્રમ પાછળના ધોળેશ્વર મહાદેવ મંદિર પાછળ બાળકોનું સ્મશાન આવેલ છે.ત્યાં મચ્છુ નદીના પટમાં નવજાત બાળકનો મૃતદેહ પડ્યો છે અને જેનો કમર સુધીનો ભાગ જાનવરો દ્વારા ફાડી ખાવામાં આવેલો છે.જેથી બનાવની જાણ થતા તે બીટ વિસ્તારના જમાદાર વશરામભાઈ મેતા તથા મહિલા પીએસઆઇ વી.એલ.વાઘેલા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને મૃત બાળકનો કબ્જો લીધો હતો.આશરે બે દિવસ પૂર્વે જન્મેલ બાળક હોય અને કમર સુધીનો હિસ્સો જાનવરોએ ફાડી ખાધેલ હોય બાળક સ્ત્રી હતુ કે પુરૂષ તેનો હાલ ખુલાસો થયેલ નથી.રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે અને હાલ બાળકને અહીં ફેંકી જનાર ઈસમ સામે ગુનો નોંધવા માટે બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તજવીર શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ઝેરી દવા પીધી
હળવદના ભરવાડ ફળી પાસે રહેતા કીડીયાભાઈ કાનજીભાઈ ભીલ (૩૦) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને અહીંયા સારવાર આપ્યા બાદ આ યુવાનને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ છે અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ઊલટીઓ થતાં સારવારમાં
હળવદ તાલુકાના રાતાભેર ગામે વાડી વિસ્તારમાં રહેતા વિકેશભાઇ ભાવિયા પાટલીયા (૨૦) નામના યુવાનને ઉલટીઓ થવા લાગી હતી જેથી કરીને તેને મુન્નાભાઈ ભુપતભાઈ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની નોંધ કરીને બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે.






Latest News