મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા પાસે મિલમાં ગરમ પાણીની ટાંકીમાં પડતાં દાઝી ગયેલ યુવાનનું મોત 


SHARE









વાંકાનેરના વઘાસીયા પાસે મિલમાં ગરમ પાણીની ટાંકીમાં પડતાં દાઝી ગયેલ યુવાનનું મોત 

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામની સીમમાં સુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ મિલમાં હેલ્પર તરીકે કામ કરતો યુવાન કામગીરી કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે પગ લપસતા તે ગરમ પાણીની ટાંકીમાં પડી જતા કેડથી નીચેના ભાગમાં ગંભીર રીતે દાજી ગયો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાર બાદ મોરબી, રાજકોટ અને અમદાવાદ સુધી લઈને ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવની મૃતકના ભાઈએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ એમપીના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક વઘાસિયા ગામની સીમમાં આવેલ સૂર્ય ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ મિલમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા દિલીપભાઈ મુન્નાભાઈ રાઠોડ જાતે આદિવાસી (૨૪) નામનો યુવાન ગત તા. ૧૦/૬/૨૦૨૩ ના રોજ કારખાનાના પ્લાન્ટમાં હેલ્પર તરીકે કામ કરતો હતો ત્યારે અકસ્માતે પગ લપસી જતા તે ગરમ પાણીની ટાંકીમાં પડી જતા તે કેડથી નીચેના ભાગમાં ગંભીર રીતે દાજી ગયો હતો જેથી કરીને પ્રથમ તેને વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ તેને રાજકોટની સાર્થક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારું થઈ ગયું હતું જેથી દિલીપભાઈને ઘરે લઈને આવ્યા હતા જોકે ફરી પાછી તેની તબિયત ખરાબ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરતા આ બનાવની મૃતક દિલીપભાઈના ભાઈ સોનુભાઈ મુન્નાભાઈ રાઠોડ જાતે આદિવાસી (૩૨) રહે. હાલ સૂર્ય ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ મીલ વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સરદાર રોડ ઉપર આવેલ વિજય ટોકીઝ પાસેથી મોરબીની પારેખ શેરીમાં રહેતા નિલેશભાઈ ભરતભાઈ મહેતા (૫૧) નામના આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલા નિલેશભાઈ મહેતાને સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી

ઝેરી અસર

ટંકારા તાલુકાના જબલપુર ગામે ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થવાથી હીનેશ રૂમાલભાઈ શિંગોડ જાતે આદિવાસી (૨૦) નામના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જો કે, બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવેલ છે






Latest News