મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળીયા (મીં)ના ખાખરેચી નજીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE









માળીયા (મીં)ના ખાખરેચી નજીક શોર્ટ લાગતા યુવાનનું મોત

માળીયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ રેલ્વે ફાટક પાસે વે બ્રિજ નજીક કોઈ કારણોસર ટ્રકનો દરવાજો ખોલવા જતા સમયે યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતિ પ્રમાણે મૂળ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના રહેવાસી અને હાલમાં ગાંધીધામ કચ્છ પ્લોટ નંબર ૧૬૪ વોર્ડ જીએજી શ્રીભાઈ પ્રતાપ હાઉસિંગ સોસાયટી ભારતનગર ખાતે રહેતા રાજેશ્વરભાઈ સહાની (ઉમર ૪૫) નામનો યુવાન માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં રેલ્વે ફાટક પાસે આવેલ વે બ્રિજ નજીક હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર ટ્રકનો દરવાજો ખોલતા સમયે તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનને તાત્કાલિક પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જોકે ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટની ખાનગી હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના વી.બી.બાબરીયા ચલાવી રહ્યા છે.

ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે રહેતી નેહાબેન અરવિંદભાઈ પરમાર નામની ૧૪ વર્ષની યુવતીને વાહન અકસ્માતમાં ઇજા તથા સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના કેનાલ રોડ ઉપર આવેલા રાધે પાર્ટી પ્લોટ પાસે બાઈકમાં જતા સમયે બાઇક આડે અચાનક ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં નેહાબેન પરમારને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા કિશન ધવલભાઈ સોમ નામના ૨૨ વર્ષીય યુવાનને ગામમાં સાપ કરડી જવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના બગસરા ખાતે વાડી વિસ્તારમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થવાથી રેખાબેન ગોવિંદભાઈ અખીયાણી નામની ૨૦ વર્ષીય મહિલાને ઝેરી અસર થવાથી તેણીને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી અને ત્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.






Latest News