ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સોમવારે પોણાથી લઇને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: વાતાવરણમાં ઠંડક


SHARE











મોરબી જિલ્લામાં સોમવારે પોણાથી લઇને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: વાતાવરણમાં ઠંડક

મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સોમવારે આખા દિવસમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં પોણાથી લઇને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હાલમાં પણ વરસાદી માહોલ છે ત્યારે મેઘરાજા હજુ પણ મન મૂકીને મોરબી જિલ્લા ઉપર મહેર કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે

મોરબી જીલ્લામાં છેલ્લી ૨૪ કલાકમાં હળવદ તાલુકામાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જો કે, મોરબી અને વાંકાનેર તાલુકામાં અઢી ઇંચ જેટલો વરસાદ છે ટંકારા તાલુકામાં પોણા બે ઇંચ અને માળીયા તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જો મોસમના કુલ વરસાદની આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો મોરબી ૪૮૪ મીમી, વાંકાનેર તાલુકામાં ૪૮૩ મીમી, હળવદ તાલુકામાં ૪૭૫ મીમી, ટંકારા તાલુકામાં ૬૪૩ મીમી અને માળીયા તાલુકામાં ૨૯૬ મીમી વરસાદ નોંધાયો છે અને છેલ્લી ૨૪ કલાકથી જીલ્લામાં હળવો અને ભારે વરસાદ પડી રહ્યો હોવાથી હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે જો કે, હજુ પણ દર વર્ષની જેમ કચરા ને ગંદકીને સાફ કરી નાખે તેવો જમાવટ વાળો વરસાદ થયો નથી જેથી કરીને હજુ મેઘરાજ મન મૂકીને વરસે તેવું લોકો ઈચ્છી રહયા છે 






Latest News