મોરબી જિલ્લામાં સોમવારે પોણાથી લઇને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: વાતાવરણમાં ઠંડક
મોરબીના નવલખી રોડ ઉપર રહેતો યુવાન દોઢ માસથી ગુમ
SHARE









મોરબીના નવલખી રોડ ઉપર રહેતો યુવાન દોઢ માસથી ગુમ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં ડિલક્સ પાન વાળી શેરીમાં રહેતો યુવાન ગુમ થઈ જતાં તેના મોટા ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવાનની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબીના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા નવલખી રોડ ઉપરના લાયન્સનગરમાં ડિલક્સ પાન વાળી શેરીમાં રહેતા રાજેશભાઈ દેવજીભાઈ પરમાર નામના ૩૫ વર્ષીય યુવાને પોલીસમાં જાહેર કર્યું હતું કે તેનો નાનો ભાઈ વિનોદ દેવજીભાઇ પરમાર (ઉમર ૨૮) ઘુની સ્વભાવનો હોય અને ગત તા.૧૦-૯ ના સવારે સાતેક વાગ્યે ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યો ન હતો અને ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ તેનો પત્તો ન લાગતાં વિનોદ દેવજીભાઇ પરમાર ગુમ થયો હોવાની જાહેરાત કરી હતી જેથી હાલ ગુમસુધા નોંધ કરીને બીટ જમાદાર વી.ડી.મેતાએ ગુમ થયેલા વિનોદ પરમારની શોધખોળ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં બેને ઈજા
મોરબીના ઘૂંટુ ગામે રહેતો બાબુ મનજી વિઠલાપરા જાતે વાણંદ (૪૭) અને લાલાભાઇ ઝાલાભાઇ ઝારડા જાતે ભરવાડ (૩૫) નામના બે યુવાનો એકટીવા લઈને રાતાવિરડા ગામ પાસે આવેલા વરમોરા સીરામીકે નોકરીએ જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં વાંકાનેર હાઇવે ઉપર નવા-જુના જાંબુડીયાની વચ્ચે ઓવર બ્રીજ પાસે તેમના એક્ટિવને એસટી ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા બાબુભાઈ વિઠલાપરા અને લાલાભાઇ ઝાપડાને મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપરથી માથાના ભાગે ઈજાગ્રસ્ત થયેલ હાલતમાં અજાણી સ્ત્રીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હોય બનાવ અંગે નોંધ કરીને એ ડીવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
