મોરબીના માધાપરમાં ઘરે પહેલા માળેથી નીચે પટકાયેલા આધેડનું સારવારમાં મોત
મોરબીના રફાળેશ્વર પાસે પેપર મીલમાં દાદરા ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત
SHARE









મોરબીના રફાળેશ્વર પાસે પેપર મીલમાં દાદરા ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત
મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ પેપર મીલમાં નવી બનતી ઓરડિ પાસે દાદરા પરથી નીચે પટકાયેલા યુવાનને સારવાર માટે મોરબીથી રાજકોટ અને ત્યાંથી અમદાવાદ લઈને ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મજૂર યુવાનનું સારવારમાં મોત નીપજ્યું છે જેથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીક રફાળેશ્વર ગામ પાસે આવેલ સરજુ પેપર મીલમાં ઓરડીમાં દસ પંદર ફૂટના દાદરા ઉપરથી નીચે પટકાયેલા મૂળ યુપીના રહેવાસી અને હાલમાં સરજુ પેપર મિલની ઓરડીમાં રહેતા ભોયાલાલ રામભવન રોહિતદાસ (૪૧) ને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા ભોયાલાલ રોહિતદાસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને ચુનીલાલ હીરાલાલ રોહિતદાસ (૩૧) રહે, હાલ સરજુ પેપર મીલ વાળાએ જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવવાની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
