મોરબી અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી
સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ મોરબીના છાત્રાલયમાં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ: આરોપીની ધરપકડ
SHARE
સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ મોરબીના છાત્રાલયમાં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ: આરોપીની ધરપકડ
મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાછળ આવેલા છાત્રાલય ખાતે અભ્યાસ કરતી અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાનુ થોડા દિવસો પહેલા અપહરણ થયું હતું જે અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે અપહરણ અંગે ગુનો નોંધાયો હતો અને તે ગુનામાં હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરૂ હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી પ્રમાણે સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકના પરિચયમાં આવી હતી અને બાદમાં તે અભ્યાસ માટે મોરબી આવ્યા બાદ અહીંથી તેનું યુવક દ્રારા અપહરણ કરવામાં આવ્યુ હોય હાલ પોલીસે ફરિયાદ આધારે આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે થોડા દિવસો પહેલા મોરબીના કન્યા છાત્રાલય ખાતે અભ્યાસ માટે આવતી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની સગીરવયની યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું.જે અંગે આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધાયો હતો.જેની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા રાઇટર કિશોરભાઈ મકવાણા સહિતના સ્ટાફ ચલાવી રહ્યો હતો.દરમિયાનમાં ટેકનીકલ માધ્યોમો તેમજ મળેલ બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત અપહરણના ગુનામાં સંડોવાયેલા રવિન્દ્રસિંહ ઉર્ફે ભોલો ગટુરસિંહ બારીયા જાતે પટેલ (૨૧) રહે.તરેડ બજાર વિસ્તાર મહુવા જી.ભાવનગર મૂળ રહે.શેમળા તાલુકો શહેરા જીલ્લો પંચમહાલ વાળાની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તેને જેલ હવાલે કરાયો હોવાનું જાણવા મળેલ છે.
આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે યુવતી સગીર હોય અને અભ્યાસ માટે ગ્રામ્ય વિસ્તારમાંથી છાત્રાલયમાં આવતી હતી.તેમજ યુવક પણ અભ્યાસ કરતો હોય દરમિયાનમાં બંને સોશિયલ મીડિયાના માધ્યમથી એકમેકના પરિચયમાં આવ્યા હતા અને બાદમાં મોરબી ખાતેથી સગીરાનું અપહરણ થયું હતું માટે મા-બાપ માટે લાલબત્તી સમાન આ કિસ્સામાં આપણું સંતાન મોબાઇલમાં ક્યાં વ્યસ્ત છે..? તે પણ જોવું પરિવારજનો માટે આજના સમયમાં ફરજિયાત બની ગયું છે.ત્યારે લોકોની આંખ ઉઘાડતા આ કિસ્સામાં હાલમાં પોલીસ દ્વારા અપહરણના ગુનામાં આરોપી રવિન્દ્રસિંહ પટેલને પકડીને જેલ હવાલે કરાયો હોવાનું જાણવા મળેલ છે.
ઝેરી દવા પી જતા સારવારમાં
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા ચરાડવા ગામે કોઈ અકળ કારણસર ઝેરી દવા પી જવાથી કાંગરેસ સજીવનભાઈ સાંકેત નામના ૧૮ વર્ષના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હોય આ બાબતે હોસ્પિટલ તરફથી તેની સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસમાં જાણ કર્યા હતા એડવિઝન પોલીસમાં તકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવો હળવદ પોલીસ મથક વિસ્તારનો હોવાથી ત્યાં જાણ કરવામાં આવી હતી.
મજૂર યુવાનનું મોત
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા પાનેલી રોડ ઉપરના આર્જીલ સિરામિક નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા તપન મહાપાત્રા નામના ૪૧ વર્ષીય યુવાનને સુભાષભાઈ મલિક દ્વારા બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાં ફરજ ઉપરના તબીબે તપન મહાપાત્રાને મૃત જાહેર કરીને બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરતાં હાલ તે બીટ વિસ્તારના જમાદાર એ.એમ.જાપડીયા દ્વારા આ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.મોતનું ખરું કારણ જાણવા માટે પીએમ અને વિસેરા સહિતની આગળની ધોરણસરની કાર્યવાહી તાલુકા પોલીસ ચલાવી રહી હોવાનું જાણવા મળેલ છે.