ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ઇન્દુમતીબેન કાટદરેનું વ્યાખ્યાનનું આયોજન


SHARE





મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ઇન્દુમતીબેન કાટદરેનું વ્યાખ્યાનનું આયોજન

મોરબીની પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ અદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ RSS-વિદ્યા ભારતીના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત પ્રો. ઇન્દુમતીબેન કાટદરે દ્વારા વર-વધુ ચયન અને વિવાહ સંસ્કાર વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, વર-વધુ ચયન અને વિવાહ સંસ્કાર એ આજના સમયના યુવાઓને સૌથી મુંજવતા પ્રશ્નો માનો એક છે. હાલના સમયના આ અત્યંત જરૂરી ગણી શકાય એવા આ મુદા પર પ્રો. ઇન્દુમતીબેન દ્વારા રસપ્રદ શૈલીમાં વિશેષ રજૂઆત અને છણાવટ કરવામા આવી હતી. આ વિશેષ કાર્યક્રમમાં વિદ્યા ભારતી સંચાલિત સરસ્વતી શિશુ મંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા, યોગચાર્ય નીખીલદેવજી, શિશુ મંદિરના વ્યવસ્થાપક દીપકભાઈ વડાલિયા, હરકીશનભાઈ અમૃતિયા, પરેશભાઈ મોરડિયા, શિશુ મંદિરના નિયામક સુનીલભાઈ પરમાર તથા પુનરુથાન વિદ્યાપીઠના કાર્યકર્તા નિયતીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામા જોડાયા હતા. આ તકે કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા સમાપન અને આભારવિધિ કરવામાં આવી હતી.




Latest News