રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીની અણીયારી ચોકડી નજીક પાર્ક કરેલ બોલેરો ગાડીના ચોર ખાનામાંથી દારૂની ૧૯૨ બોટલ મળી !: ૬.૨૬ નો મુદામાલ કબજે


SHARE







મોરબીની અણીયારી ચોકડી નજીક પાર્ક કરેલ બોલેરો ગાડીના ચોર ખાનામાંથી દારૂની ૧૯૨ બોટલ મળી !: ૬.૨૬ નો મુદામાલ કબજે

મોરબીની અણીયારી ચોકડી કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીઊભી હતી જેમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે ગાડીને ચેક કરવામાં આવતા મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડીમાં ચોર ખાનામાં દારૂ રાખીને તેની હેરફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે ત્યારે દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૯૨ બોટલો જેની કિંમત ૧,૨૬,૪૮૦ તેમજ વાહન મળીને પોલીસે કુલ ૬,૨૬,૪૮૦ નો મુદામાલ કબ્જે કરીને ગાડીના માલિકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા વિક્રમભાઇ ફુગીયાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળી હતી જેના આધારે મોરબી તાલુકાના અણીયારી ચોકડી પાસે આવેલ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં ઊભેલી મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે ૩૬ ટી ૧૯૯૨ છે કરવામાં આવી હતી ત્યારે તે ગાડીના ઠાઠામાં ચોરખાનુ બનાવીને તેમાં દારૂની હેરફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું હાલમાં પોલીસે બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની ૭૨ બોટલ, મેજીક મુમેન્ટ વોડકાની ૨૪ બોટલો, સીગ્નેચર રેર અગેડ વ્હિસ્કીની ૪૮ બોટલો અને ગ્રીન લેબલ રીય બ્લેન્ડ વ્હિસ્કીની ૪૮ બોટલો આમ કુલ મળીને ૧૯૨ બોટલો જેની કિંમત ૧,૨૬,૪૮૦૦ અને મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી જેની કિંમત ૫,૦૦,૦૦૦ આમ કુલ મળીને ૬,૨૬,૪૮૦ નો મુદામાલ કબ્જે કરેલ છે અને ગાડી વાળો ત્યાં હાજર ન હોવાથી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News