ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કે.જી.એન પાર્ક પાસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક ઝડપાયો :એકની શોધખોળ


SHARE











મોરબીમાં કે.જી.એન પાર્ક પાસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક ઝડપાયો :એકની શોધખોળ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કે.જી.એન પાર્ક પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખસને પોલીસે હાલમાં ૯૧૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે અને વધુ એક આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે 

જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના વાવડી રોડ પર આવેલી કેજીએન પાર્ક પાસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમવામાં આવતો હોવાની બાતમી મળી હતી જેને પોલીસે રેડ કરી હતી ત્યારે હૈદરાબાદ અને રાજસ્થાન રોયલની રમાઇ રહેલી ટીટવેન્ટી ક્રિકેટ મેચમાં રન ફેરનો જુગાર રમતા મકબુલ ઇશાભાઇ દલવાણી (ઉંમર ૨૧) રહેમોરબી કાલીકા પ્લોટ શેરી નંબર-૫ વાળો જુગાર રમતો હતો માટે પોલીસે તોની પાસેથી ૨૧૫૦ રૂપિયાની રોકડ અને સાત હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ આમ કુલ મળીને ૯૧૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તે જુગાર એઝાઝ ઉર્ફે બોદિયો જેનુદિનભાઇ સૈયદ રહે કાલિકા પ્લોટ વાળા સાથે રમતો હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીના ગાંધી ચોક પાસે આવેલ માતાજીના મંદિર પાસે વરલી જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરીને નટુભાઈ વશરામભાઈ ઉર્ફે વસુભાઇ વરાણીયા (૬૮) રહેત્રાજપર એસ્સાર કંપની પાછળના ભાગમાં વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી વરલી જુગારનું સાહિત્ય અને રોકડા ૩૧૫૦ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News