મોરબીમાં કે.જી.એન પાર્ક પાસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક ઝડપાયો :એકની શોધખોળ
મોરબીમાં ખેતરોમાં ઝેરી દવાનો છંટકાવ કરતા અસર થતા ચાર યુવાન સારવારમાં
SHARE
મોરબીમાં ખેતરોમાં ઝેરી દવાનો છંટકાવ કરતા અસર થતા ચાર યુવાન સારવારમાં
મોરબીમાં વિવિધ જગ્યાઓએ ખેતરોમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતાં ચારેક મજૂર યુવાનોને સારવારમાં ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકાના મોડપર ગામે લાલજી દેવજી સોલંકીના મકાનમાં ભાડે રહેતો અને ખેત મજૂરીનું કામ કરતો મુકેશ ગુમાનભાઇ માવી નામનો ૩૦ વર્ષનો યુવાન સીમમાં આવેલ વાડીએ દવા છાંટી રહ્યો હતો ત્યારે તેને ઝેરી દવાની અસર થતાં તેને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. તે રીતે જ મોરબી તાલુકાના ખારચિયા (રામનગર) ગામે સુરેશ બાબુભાઈ માવી નામનો મૂળ મધ્યપ્રદેશનો ૪૦ વર્ષીય યુવાન પ્રકાશ કાનજીભાઈ ભોરણીયાની વાડીએ ઝેરી દવાનો છંટકાવ કરતો હતો તે સમયે પવન વધુ હોવાથી ઝેરી દવાની અસર થઈ ગઈ હતી જેથી તેને શુભ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ મોરબીના નાના રામપર (રામનગર) ગામે રાકેશભાઈ પાતરીયાભાઈ રાઠવા નામના ૧૭ વર્ષના યુવાનને પણ ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે અસર થઈ હતી તેને પણ શુભ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતો ધવલ નટવરભાઈ બજાણીયા નામનો ૨૬ વર્ષીય યુવાન બાઇક લઇને પાવડીયારી-રંગપર વચ્ચેથી જતો હતો ત્યારે સ્ટ્રોબેરી સિરામિક નજીક તેનું બાઇક સ્લીપ થઇ જવાથી ડાબા પગના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં તેને અત્રેની ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવાયો હતો. જ્યારે માળિયા-મિંયાણાના નવા અંજીયાસર ગામે રહેતા હસનભાઈ ભોજાભાઇ મોવર જાતે મિંયાણા નામના ૫૫ વર્ષીય આધેડ બાઈકમાં જતા હતા ત્યારે તેમનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા હસનભાઈ મોવરને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા