મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક કારખાનાના લેબર કવાર્ટર પાસે રમતા રમતા વિજ લાઇનમાં લંગરીયુ નાખતા દાઝી ગયેલા બાળકનું મોત


SHARE







 

મોરબીના રફાળેશ્વર નજીક કારખાનાના લેબર કવાર્ટર પાસે રમતા રમતા વિજ લાઇનમાં લંગરીયુ નાખતા દાઝી ગયેલા બાળકનું મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે હોટલની પાછળના ભાગમાં કારખાનાના લેબર કવાર્ટર આવેલ છે અને ત્યાં લેબર કવાર્ટર પાસે રમતા રમતા બાળકે સેન્ટીંગના તારનું લંહરીયુ બનાવીને ત્યાંથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈન ઉપર નાખ્યું હતું જેથી કરીને તે બાળકને શોટ લાગતા તે દાઝી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જો કે સારવાર દરમિયાન તે બાળકનું મોત નિપજ્યુ હોય મોરબીલતાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ નેપાળના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે હોટલની પાછળના ભાગમાં આવેલ કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં લેબર ક્વાર્ટરમાં રહેતા પહલેસિંગ ઉર્ફે પાલસિંગ પરિહાર જાતે નેપાળી દરજી નો ૧૧ વર્ષનો દીકરો સંતોષ ત્યાં કારખાનાના લેબર ક્વાર્ટર પાસે રમી રહ્યો હતો ત્યારે સીડી પરથી તેને સેન્ટીંગના તારનું લંગરીયુ બનાવીને તે રમતો હતો અને રમતા રમતા લંગરીયુ તેણે ત્યાંથી પસાર થતી ઇલેક્ટ્રીક લાઈનમાં નાખતા ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે બાળકને તાત્કાલિક સારવાર માટે મોકબીની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી રાજકોટ સુધી લઇને ગયા હતા જો કે, સારવાર દરમિયાન રાજકોટ ખાતે તે બાળકનું મોત નિપજયુ હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બાઇક સ્લીપ
ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા રમેશભાઈ ભલાભાઇ કોળી (૨૩) નામનો યુવાન સજનપર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં સજનપર ગામ નજીક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજા પામેલા રમેશભાઈ કોળીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી પોલીસે બનાવની ત્યાં જાણ કરવામાં આવશે

સાપ કરડી ગયો
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા દિવ્યાબેન રમેશભાઈ ઘૂમડ (૪) નામની બાળકીને તે પોતાના ઘર પાસે હતી ત્યારે ત્યાં સાપ કરડી ગયો હતો જેથી કરીને તે બાળકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે






Latest News