હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે વૃંદાવન ધામમાં યોજાયેલ કથામાં કૃષ્ણ જન્મોત્સવ ધામધુમથી ઉજવાયો


SHARE









મોરબીના રવાપર ગામે વૃંદાવન ધામમાં યોજાયેલ કથામાં કૃષ્ણ જન્મોત્સવ ધામધુમથી ઉજવાયો


મોરબીમાં રવાપર ગામે બાલકેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા વૃંદાવન ધામ ખાતે સર્વે પિતૃના મોક્ષાર્થે ભાગવત કથાનું ચાડમીયા પરિવાર દ્વારા આયોજન  કરવામાં આવ્યું છે જેનો હાજરોની સંખ્યામાં લોકો હાલમાં લાભ લઈ રહ્યા છે અને કથા દરમ્યાન જુદાજુદા પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે ગઇકાલે કથામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. 

મોરબીના રવાપર ગામે સ્વ. બેચરભાઈ નારણભાઈ ચાડમીયા એવમ્ સર્વે પિતૃઓના મોક્ષાર્થે ચાડમીયા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત સપ્તાહમાં વ્યાસ પીઠ ઉપરથી પ્રખરવકતા મહામંડલેશ્વર ઘ્યાનયોગી પ.પૂ. અવધકિશોરદાસ રામાયણી શ્રોતાઓને કથાનું રસપાન કરવી રહ્યા છે અને કથામાં જુદાજુદા ધાર્મિક પ્રસંગોની આયોજકો સહિતનાઓ દ્વારા ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગઇકાલે કથામાં કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગ આવ્યો ત્યારે ધામધુમથી તેની ઉજવણી કરવામાં આવી હતી અને કથા મંડપ નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદથી ગુંજી ઉઠ્યો હતો આવતીકાલે તા. ૨૮ ના રોજ કથામાં રૂકિમણી વિવાહના પ્રસંગને ઉજવવામાં આવશે અને તા. ૨૯ ના રોજ કથાની પૂર્ણાહુતિ થવાની છે ત્યારે કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લેવા માટે આયોજકો તરફથી ચાડમીયા પરિવાર દ્વારા નગરજનોને આમંત્રણ આપવામાં આવેલ છે.




Latest News