હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદીર ખાતે જ્ઞાનસાગર ઉત્સવ તેમજ આચાર્ય પ્રશિક્ષણ યોજાયું


SHARE









મોરબી સાર્થક વિદ્યામંદીર ખાતે જ્ઞાનસાગર ઉત્સવ તેમજ આચાર્ય પ્રશિક્ષણ યોજાયું

મોરબીની સાર્થક સ્કૂલ ખાતે જ્ઞાન સાગર ઉત્સવ તેમજ આચાર્ય પ્રશિક્ષણ યોજાયું હતું.સાર્થક વિદ્યામંદીર ખાતે જ્ઞાન સાગર પ્રકલ્પના ૧૦૫૧ ગ્રંથોના ગ્રંથાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ ગ્રંથ પ્રદર્શની યોજાયી હતી.આ ગ્રંથો પુનરુસ્થાન વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત થયા છે.આ ગ્રંથાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાભારતી શિશુમંદિર મોરબીના નિયામક સુનિલભાઈ પરમાર, વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા અને મહેશભાઈ જાની તેમજ પુનરુસ્થાન વિદ્યાપીઠના મોરબીના સંયોજક હરકિશનભાઈ, રાજકોટ વિભાગ એફઆરસીના સીએ સદસ્ય ગીરીશભાઈ દેવડીયા તેમજ પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.તે ઉપરાંત મોટી સંખ્યામાં શાળા સંચાલકો, શિક્ષકો, વાલીઓ તેમજ શિક્ષણ પ્રેમીઓએ ગ્રંથ પ્રદર્શની નિહાળી હતી.


સુનિલભાઈ, જયંતિભાઈ રાજકોટિયા તેમજ કિશોરભાઈ શુકલએ પોત પોતાના વક્તવ્યમાં વિદ્યાપીઠનો પરિચય, યોજના, શિક્ષણ તેમજ વ્યવહારમાં ભારતીયતા આ માટે શાળા શુ કરી શકે, શિક્ષકોનો અને વાલીઓની ભૂમિકા વિશે વાત કરી હતી.આગાઉ જ્યારે અગ્રીમ સદસ્ય યોજનામાં શાળા જોડાઈ ત્યારે વિદ્યાપીઠના અધ્યક્ષ અને કુલપતિ શ્રીમતી ઇન્દુમતીબેન કાટદરેએ સાર્થક વિદ્યામંદીરની મુલાકાત લીધી હતી.આ સાથે સાથે આજરોજ  અન્ય એક આયોજનમાં સાર્થક વિદ્યામંદિરમાં નિરંતર ચાલતા આચાર્ય પ્રશિક્ષણ અંતર્ગત પ્રખ્યાત શિક્ષણવિદ- લેખક ગિજુભાઈ બધેકા લિખિત પુસ્તક દીવાસ્વપ્ન આધારિત બનેલી દિવાસ્વપ્ન ફિલ્મ શિક્ષકોને તેમજ મહેમાનોએ નિહાળી હતી.કિશોરભાઈ શુકલે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ અને વાલીઓએ આ પિક્ચર જોવું જોઈએ.




Latest News