હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગર પાસે નદીમાં માછીમારી કરતાં બે વ્યક્તિને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









ટંકારાના ધ્રુવનગર પાસે નદીમાં માછીમારી કરતાં બે વ્યક્તિને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી

ટંકારા તાલુકાના ધ્રુવ નગર ગામ પાસે આવેલ ડેમી નદીના કાંઠે માછીમારી કરતાં બે શખ્સોને “શું કામ માછીમારી કરો છો” તેમ કહીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને હવે પછી માછીમારી કરવા ગયા તો જાનથી મારી નાખીશું તેમ કહીને ગાળો આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતા વિજયભાઈ ખીમાભાઈ વાઘેલા જાતે દેવીપુજક (૨૩)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોપટભાઈ ભરવાડ રહે. ટંકારા તથા તેની સાથે રહેલા અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને ત્રણ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ તથા તેની સાથે એક વ્યક્તિ ધ્રુવ નગર ગામે આવેલ નદીમાં માછીમારી કરતાં હતા ત્યારે “શું કામ માછીમારી કરો છો” તેમ કહી ફરિયાદીને તથા સાહેદને લાકડાના ધોકા વડે હાથે, પગે અને શરીરને માર મારીને ઇજાઓ કરી હતી અને હવે પછી માછીમારી કરવા ગયા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા વિજયભાઈ વાઘેલા દ્વારા હાલમાં પોપટભાઈ ભરવાડ સહિતના ત્રણ શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે




Latest News