ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી : વિજળી પડતા ધ્રુવનગરમાં ભેંસનું અને નેસડા ગામે બળદનું મુત્યુ


SHARE











મોરબી : વિજળી પડતા ધ્રુવનગરમાં ભેંસનું અને નેસડા ગામે બળદનું મુત્યુ

ટંકારામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો એની સાથે બે અબોલ જીવના મોત પણ થયાં હતાં જેમા નેસડા સુરજી ગામની સીમમાં વાધેલા ભાનુભાઈ પીતાંબરભાઈનો બળદ અને ધ્રુવનગરના માલધારી ભુપતભાઈ જીવણભાઈ ઝાપડાની ભૈંસ ઉપર વિજળી પડતા મોત નિપજયા હતા. બનાવ સંદર્ભે પશુ આરોગ્ય વિભાગના ડો. ભાડજા અને તાલુકા પંચાયત પોલીસ વિભાગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

"કમલમ ફ્રુટ” માટે સહાય અપાશે

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ડ્રેગન ફ્રુટ "કમલમ ફ્રુટ”નો વાવેતર વિસ્તાર વધારવા માટે સરકારશ્રીના બાગાયત ખાતા દ્રારા નિયમોનુસાર હેક્ટર દીઠ ૧.૨૫ લાખ સુધી સહાય આપવામાં આવશે.આ લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ૩૦મી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે તે માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦-૯-૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૨૨ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નંબર (૦૨૮૨૨) ૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

સાધનો માટે સહાય

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીગ ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ-ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ) માટે સરકારના બાગાયત ખાતા દ્રારા નિયમોનુસાર મોટા ખાતેદાર હોય તો વજનકાંટા, પ્લાસ્ટીક ક્રેટ્સ અને તાડપત્રી સામાન્ય લાભાર્થી ખેડૂતને ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૨,૫૦૦ નીમર્યાદામાં સહાય મળવાપાત્ર છે.આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦-૯-૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૨૦ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.






Latest News