હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના પરિવારજનોના હસ્તે પોથી પૂજન બાદ કાલથી મોરારી બાપુની કથાનો પ્રારંભ: રવિવારે સીએમ આવે તેવી શક્યતા


SHARE









મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના પરિવારજનોના હસ્તે પોથી પૂજન બાદ કાલથી મોરારી બાપુની કથાનો પ્રારંભ: રવિવારે સીએમ આવે તેવી શક્યતા

મોરબીમાં ૧૧ મહિના પહેલા ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો ત્યારે આ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને આ દિવગંતોના મોક્ષાર્થે મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ સામેના મેદાનમાં મોરારી બાપુની રામકથા યોજવાની છે જેને લઈને માજી મંત્રી, ધારાસભ્યની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં જણાવ્યુ હતુ કે શનિવારે બપોરે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના ઘરેથી કથાની પોથી યાત્રા નીકળશે અને સાંજે ઝૂલતા પુલના દિવંગતોના પરિવારજનોના હસ્તે પોથી પૂજન બાદ મોરારી બાપુની કથાનો પ્રારંભ કરાશે

મોરબીમાં આજથી ૧૧ મહિના પહેલા ઝૂલતાપૂલની દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ લોકોના અવસાન થયા હતા ત્યારે તેની શ્રધ્ધાંજલિ સભા મોરબીમાં કબીર આશ્રમ ખાતે યોજાઇ હતી જેમાં કથાકાર મોરારી બાપુ પણ આવ્યા હતા ત્યારે તેઓ ઝૂલતાપૂલની દુર્ઘટનાના દિવગંતો મોક્ષાર્થે એક વર્ષમાં મોરબીમાં કથા આપવાની જાહેરાત કરી હતી જે કથાના મુખ્ય યજમાન રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા છે અને તા.૩૦-૯ ના રોજ તેમના મોરબીના રવાપર રોડે આવેલા નિવાસ સ્થાનેથી બપોરે બે વાગ્યે ભવ્ય પોથીયાત્રા નીકળશે. જે પોથીયાત્રામાં ૨૧ થી વધુ ઘોડા, અલગ અલગ પાલખી, બગીઓ, બાળકો વેશભૂષા, ગામો ગામથી ધૂન મંડળો સહિત લગભગ પાંચ હજારથી વધુ લોકો જોડાશે. ત્યારે શુક્રવારે કબીરધામના મહંત શિવરામદાસ બાપુ, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, ઉગાભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઝાલા, અરવિંદભાઇ વસાદડીયા, ગણેશભાઈ ડાભી, દેવાભાઇ અવાડિયા, વિજયભાઈ લોખિલ સહિતનાઑની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી

વધુમાં જણાવ્યુ હતું કે, પોથી યાત્રા કથા સ્થળે પહોચે ત્યારે ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના પરિવારજનોના હસ્તે પોથી પૂજન કરવામાં આવશે ત્યાર બાદ મોરારી બાપુની કથાનો પ્રારંભ કરવામાં આવશે અને દરરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ સુધી ચાલશે. આ કથામાં વરસાદ આવે તો પણ લાખો લોકો બેસીને કથા સાંભળી શકે તેના માટે જર્મનનો વોટરપ્રુફ ડોમ રાખવામા આવેલ છે આ કથા દરમિયાન દરેક પ્રકારની વ્યવસ્થા માટે અંદાજે ૧૫૦ થી વધુ ગામના ૯ હજારથી વધુ સ્વંય સેવકોની ટીમ ખડેપગે છે

આ કથા સાંભળવા માટે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ ૧ ઓક્ટોમ્બરે મોરબી આવે તેવી શક્યતા છે અને બહારથી ઘણા લોકો આવે તેવી શક્યતા છે જેથી કરીને ૧૫૦૦ થી વધુ ગાડીઓ અને ૪ હજારથી વધુ મોટરસાયકલ પાર્ક થઈ શકે તેવી પાંચ જગ્યાએ પાર્કિગ વ્યવસ્થા કરાઈ છે. અને દરરોજ કથા બાદ સાંજે ૪ થી ૭ વાગ્યા સુધીમાં નામાંકિત કલાકારોની સંતવાણી, લોકસાહિત્ય સહિતના કાર્યક્રમો યોજાશે તેમ રાજકોટના સાંસદ અને રામ કથાના મુખ્ય યજમાન  મોહનભાઇ કુંડારીયા, કબીર આશ્રમ-મોરબીના મહંત  શિવરામદાસ બાપુ તેમજ  રામકથા સમિતિના સભ્ય  અરવિંદભાઈ વાંસદડિયાએ માહિતી આપતા જણાવેલ છે અને લોકોને આ કથાનો લાભ લેવા પણ યાદીમાં જણાવેલ છે.




Latest News