ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાએ રાજકોટ ખસેડાતા રસ્તામાં વિરપર નજીક મોત


SHARE













માળીયા (મી)ના ખાખરેચી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાએ રાજકોટ ખસેડાતા રસ્તામાં વિરપર નજીક મોત

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબીની સરકારી હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના પીપળીધરાના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે હિતેશભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દલપતભાઈ પરમારના પત્ની અનિતાબેન પરમાર (ઉમર ૨૦) એ કોઈ કારણોસર ગઈકાલે બપોરના એકાદ વાગ્યાના અરસામાં વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેમને તાત્કાલિક જેતપર સીએચસી ખાતે લઈ જવાયા હતા જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ હાલત નાજુક ગણાતા રાજકોટ ખસેડવા જણાવ્યું હતું અને રાજકોટ લઈ જતા સમયે રસ્તામાં મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા વીરપર ગામ પાસે રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું.જેથી મૃતક અનિતાબેનના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેણીને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્રારા બાદમાં માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા
મોરબી નજીકના લાલપર ગામે રહેતા ભગવાનજીભાઈ બાલુભાઈ સાવરીયા (૨૯) નામના યુવાનને ત્યાં પ્લે હાઉસ પાસે મારામારીના બનાવમાં ઇજા થઇ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જશપાલસિંહ ચલાવી રહ્યા છે
 
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સીરામીક સીટી ખાતે રહેતો દિશાંત કિશોરભાઈ નસીત (૨૫) નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયાળી કેનાલ પાસેથી પસાર થતો હતો ત્યારે ફોરવ્હીલ ગાડી નો ઓવરટેક કરવા જતા રસ્તા ઉપર તે પડી ગયો હતો અને ઈજા થવાના કારણે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે





Latest News