ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય રાજ્યના મુખ્યમંત્રીને કે.ડી.બાવરવાએ કરી રજૂઆત


SHARE











મોરબીમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય રાજ્યના મુખ્યમંત્રીને કે.ડી.બાવરવાએ કરી રજૂઆત

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરીને જણાવેલ છે કે મોરબીમાં એકાંતરે ખૂન, ચોરીલુટ વગેરે પ્રકારના ગુનાઓ બની રહ્યા છે ત્યારે મોરબી આજકાલ બિહારને પણ પાછળ રાખે તેવું બની ગયું છે અને જાણે કે કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય તેવું દેખાઈ રહયું છે

મોરબીના પોસ વિસ્તાર એવા રવાપર રોડ પર બપોરના સમયે ખુબ જ ટ્રાફિકની હાજરીમાં એક વ્યક્તિને બે લુટારુઓ દ્વારા ધોળા દિવશે હાથમાં રિવોલ્વર લઈને લુંટવામાં આવેલ છે. તેને મરણતોલ માર મારવામાં આવેલ અને તેની પાસેથી રોકલ રકમની લુટ કરવામાં આવેલ છે જો કેસદનસીબે રાહદારીઓ દ્વારા દેકારા અને પ્રતિકાર કરતા લુટારુઓ નાશી ગયા હતા પરંતુ તે ઘટનાના વિડિયો શૂટિંગ હાલમાં સોશિઅલ મીડિયામાં વાયરલ છે તો પણ અફસોસ કે આરોપીઓ હજુ પકડાયેલ નથી અને વહેલી તકે આરોપીને પકડીને કડકમાં કડક સજા થાય તેવી માંગ તેઓએ કરેલ છે તેની સાથોસાથ મોરબીમાં પોલીસ સ્ટાફની પણ વધુ નિમણૂક કરવામાં આવે તેવી પણ માગ કરી છે

સીસીટીવી કેમેરાથી માસ્ક વગરનાસીટી બેલ્ટ બાંધેલ ના હોય તેવા, મોબાઈલ ઉપર ચાલુ વાહને વાત કરનારાઓને જેમ દંડ કરવામાં આવે છે તેવી જ રીતે સારા જાહેર ગુના કરનારાઓને પણ પકડવામાં પોલીસ વધુ સતર્કતા બતાવે તે અનિવાર્ય છે કેમ કેમોરબીમાં દારૂ શેરીએ અને ગલીએ મળે છે. તેવું લોકો કહી રહ્યા છે. અને વાતો તો ત્યાં સુધી થાય છે કે તમે અમુક નંબર પર ફોન કરો તો દારૂની ઘરે ડીલેવરી પણ મળી જાય છે. આ નંબરો જો  લોકો પાસે આવી જાય  છે. તો પોલીસ ડીપાર્ટમેન્ટ પાસે કેમ નથી આવતાતે પણ પ્રશ્ન છે

અત્રે ઉલેખનીય છે કેજયારે કોઈ સારા પોલીસ ઓફિસર કે સ્ટાફ આવે છે. તેઓ નિષ્ઠા થી વફાદારી પૂર્વક  કાયદાની મર્યાદામાં અને કાયદેસર કામ કરતા હોય છે. ત્યારે સતાધારી પક્ષના રાજકીય આગેવાનોને તે ગમતું હોતું નથી. જેથી આવા ઓફિસર-કર્મચારીઓને વારંવાર બદલીઓ કરીને તેઓને હેરાન પરેશાન કરવામાં આવે છે. તેઓનું મોરલ ડાઉન કરવામાં આવે છે. તેવું પણ સાંભળવામાં આવેલ છે. તો આમ ન થાય તે માટે પણ યોગ્ય કરવા માંગ કરાયેલ છે. અને જો આવું કરવામાં નહી આવે તો ના છુટકે સ્થાનિક નાગરીકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા  માર્ગે આંદોલનો કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News