મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કેશવ બેંકવેટ હોલ ખાતે મંત્રીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ મોરબીનો પ્રારંભ કરાશે


SHARE









મોરબીમાં કેશવ બેંકવેટ હોલ ખાતે મંત્રીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ મોરબીનો પ્રારંભ કરાશે

મોરબી ખાતે આગામી ૯ અને ૧૦ ઓક્ટોબરે દરમિયાન ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાનાર છે. જેનો ૯ ઓક્ટોબરે મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવશે.

હાલ સમગ્ર રાજ્યમાં ‘ગ્લોબલ સમિટ’ અન્વયે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મોરબી ખાતે આગામી ૯ અને ૧૦ ઓક્ટોબરના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને મોરબીના કેશવ બેંકવેટ હોલ, કેનાલ રોડ પર કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારે આ કાર્યક્રમ અન્વયે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા તેમના કાર્યક્ષેત્ર અનુરૂપ લગભગ ૯૦ થી વધુ એમ.ઓ.યુ. થનાર છે. ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારની એમ.એસ.એમ.ઈ. યોજનાઓની જાણકારી આપતું પ્રેઝન્ટેશન, એક્સપોર્ટ વર્કશોપ, ઉદ્યોગપતિઓ સાથે ઓપન હાઉસ, નેટવર્કિંગ સેશન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ ઉપરાંત પ્રદર્શન, રજીસ્ટ્રેશનની માહિતી તેમજ પ્રોડક્ટ સ્ટોલ વગેરેનું પણ આયોજન કરવામાં આવનાર છે.




Latest News