મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે સ્થાનિક લોકો દ્વારા પાટીદાર નવરાત્રિનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE









મોરબીના રવાપર ગામે સ્થાનિક લોકો દ્વારા પાટીદાર નવરાત્રિનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબીના રવાપર ગામ પાસે આવેલ શક્તિ સોસાયટી અને રવાપર રેસિડેન્સીની વચ્ચેના ગ્રાઉન્ડમાં નવરાત્રીનું કોમર્શિયલ આયોજન કરવામાં આવ્યું છે ત્યાં નવરાત્રીમાં મોડી રાત સુધી રાસ ગરબા ચાલુ રહેતા તેવી શક્યતા છે જેથી કરીને પ્રેગનેટ મહિલા, બાળકો, વૃદ્ધો સહિતનાઓને તકલીફ થાય તેવી શક્યતા છે જેથી આ આયોજનની સામે સ્થાનિકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને કલેક્ટરને આવેદન પત્ર આપીને નવરાત્રિ માટેના આયોજનનું સ્થળ બદલાવવામાં આવે તેવી માંગ કરી છે  

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર નવરાત્રીના જુદા જુદા સ્થળો ઉપર મોટા આયોજનો કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબી નજીકના રવાપર ગામ પાસે શક્તિ સોસાયટી અને રવાપર રેસિડેન્સીની વચ્ચેના ગ્રાઉન્ડમાં સેવા એ જ સંપત્તિ ટ્રસ્ટ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જોકે, શક્તિ સોસાયટી, રવાપર રેસિડેન્સી સહિતની સોસાયટીની વચ્ચે આવેલા ગ્રાઉન્ડમાં પાટીદાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને જુદી જુદી સોસાયટીઓ અને ૨૫ જેટલા બહુમાળી બાંધકામોમાં રહેતા લોકોમાં પ્રેગનેટ મહિલા, બાળકો, વૃદ્ધો સહિતનાઓને હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે જેથી કરીને નવરાત્રિના આયોજનની સામે વાંધો લઈને તેને આ નવરાત્રિના આયોજનને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી માંગણી કરી છે અને જો તંત્ર દ્વારા તેને ધ્યાને નહીં લેવામાં આવે તો આગામી સમયમાં સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી પણ ચીમકી સ્થાનિક લોકોએ વિચારી છે




Latest News