મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં જ્ઞાનનો KBC 2023 કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીની ભારતી વિધાલય શાળામાં જ્ઞાનનો KBC 2023 કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભારતી વિધાલયમાં જ્ઞાનવર્ધક KBC (Kon Banega Champion) નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધો. ૫ થી ૮ ના વિદ્યાર્થીઓએ અલગ અલગ ચાર ટીમમાં વિભાજીત થઈને સ્પર્ધામાં ભાગ લઈને જ્ઞાનની સરવાણી વધારી હતી. આ KBC માં વિદ્યાર્થીઓને અલગ અલગ કુલ ૨૦ પ્રશ્નોના રાઉન્ડ રાખવામાં આવેલ હતા જેમાં અભ્યાસના પ્રશ્નો,વૈદિક ગણિત, ભાષાકીય, બંધારણ, પ્રાચીન ગ્રંથ, જનરલ નોલેજ, બઝર રાઉન્ડ,ઓબ્જરવેશન જેવા અલગ અલગ રાઉન્ડ રાખવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કક્ષાએ થી પ્રશ્નોના જવાબ આપીને અન્ય વિદ્યાર્થીઓને જવાબ થી વાકેફ કર્યા હતા અને પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો. KBC@BVM ના વિજેતા ટીમ બ્રિલિયન્ટ થયેલ જેઓને કુલ ૯૪ પોઇન્ટ મળેલ અને તેઓ ૨૧ ની લીડ થી આ હરીફાઈ જીતેલી. તેઓની ટીમમાં વિકાણી નરેશ, પરમાર પલ્લવી, રાજપરા કૃપા અને સાંતલપરા વૈષ્ણવી હતા. આ કાર્યક્રમના અંતમાં શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ ભાગ લીધેલ તમામ ૪ ટીમને અભિનંદન આપેલ છે અને વિજેતા ટીમને ઇનામ સાથે શુભકામના પાઠવેલ છે




Latest News