મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રિસામણે બેઠેલ પત્નીના ઘરે જઈને પતિએ ગાળો આપીને સાળાને કપાળમાં પાઇપ ફટકાર્યો


SHARE









મોરબીમાં રિસામણે બેઠેલ પત્નીના ઘરે જઈને પતિએ ગાળો આપીને સાળાને કપાળમાં પાઇપ ફટકાર્યો

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભારતપરામાં માવતરના ઘરે રહેતી પત્નીને ત્યાં જઈને પતિએ બેફામ ગાળો બોલી હતી જેથી ગાળો બોલવાની સાળાએ ના પડી હતી જેથી બનેવીએ ઉશ્કેરાઈ જઈને તેણે પોતાના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે તેના સાળાને કપાળના ભાગે પાઇપ માર્યો હતો તેમજ ફરિયાદીના માતા અને બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા શાળાએ તેના જમાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભારતપર શેરી નં-૩ માં રહેતા અબ્દુલભાઈ ઇસ્માઈલભાઈ ખેખર જાતે મુસ્લિમ (૪૦)એ હાલમાં તેના બનેવી સોયબ હનીફભાઈ વઘાડિયા રહે. મકરાણીવાસ મોરબી વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના બહેન સાયનાબેનના લગ્ન આરોપી સોયબ હનીફભાઈ વઘાડિયા સાથે થયા હતા જોકે છેલ્લા સાતેક વર્ષથી તેઓ તેઓના માવતરે રહે છે જેથી કરીને આરોપીએ તેઓના ઘરે આવીને ત્યાં ઘર પાસે ફરિયાદીના બહેનને ગાળો આપી હતી જેથી કરીને ગાળો આપવાની ના પાડતા આરોપીએ પોતાના હાથમાં રહેલ લોખંડનો પાઇપ ફરિયાદી અબ્દુલભાઈ ખોખરને કપાળના ભાગે માર્યો હતો તેમજ ફરિયાદીના માતા અને બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં તેના બનેવી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

એક બોટલ દારૂ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરીના ફાટક પાસેથી બાઈક નંબર જીજે ૩૭ કે ૧૨૧૯ લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૮૫૦ ની કિંમતની દારૂની બોટલ તથા ૩૫,૦૦૦ ની કિંમત તો બાઈ કામ ફૂલ મળીને ૩૫,૮૫૦ ની કિંમતના મુદ્દામાલ સાથે વિશ્વરાજસિંહ ભરતસિંહ જાડેજા જાતે દરબાર (૧૯) રહે. શિવ પાર્ક મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News