મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માનસ શ્રધ્દ્ધાંજલી રામકથામાં જે જપ-તપ થયું તે ઝુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને કૃષ્ણાર્પણ: મોરારીબાપુ


SHARE









મોરબીમાં માનસ શ્રધ્દ્ધાંજલી રામકથામાં જે જપ-તપ થયું તે ઝુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને કૃષ્ણાર્પણ: મોરારીબાપુ

મોરબીમાં જુલતા પુલના દિવંગતોના મોક્ષાર્થે મોરારીબાપુની રામકથા ચાલી રહી હતી જેની આજે પૂર્ણાહુતિ કરવામાં આવેલ છે અને છેલ્લા નવ દિવસ દરમિયાન હજારો લોકોએ રામકથાનું શ્રવણ કર્યું અને મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ખાસ કરીને મોરારીબાપુએ વ્યાસપીઠ ઉપરથી કહ્યું હતું કે, કથા દરમિયાન જે જપ તપ થયું તે તમામ દિવંગત આત્માઓને તેઓ કૃષ્ણાર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો ત્યારે ૧૩૫ લોકોના મોત નીપજયા હતા અને ત્યારબાદ મોરબીમાં કબીર ગામ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરારીબાપુ પણ હાજર રહ્યા હતા અને તેઓએ આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે મોરબીમાં રામકથા કરવાની જાહેરાત કરી હતી અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાના મુખ્ય યજમાન પદે મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ કબીરધામ સામેના ગ્રાઉન્ડમાં ગત તા. ૩૦/૯ થી રામકથા શરૂ થઈ હતી અને દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોરારીબાપુના મુખેથી રામકથાનું શ્રવણ કરવા માટે આવતા હતા અને કથા સાંભળવા માટે થઈને આવતા લોકો માટે બન્ને ટાઈમ આયોજકો દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આજે આ કથાનો છેલ્લો દિવસ હોય મોરારીબાપુએ ખાસ કરીને કથા દરમિયાન કહ્યું હતું કે “ઝુલતા પુલ દુર્ઘટનાના દિવંગત વ્યક્તિ પૈકીના કોઈ એકના ઘરે તેઓ જશે અને તેના ભાગરૂપે મોહનભાઈ કુંડારીયાને સાથે રાખીને મોરબી નજીકના ખાનપર ગામના એક જ પરિવારના કુલ મળીને ૧૧ જેટલા લોકોના મૃત્યુ નીપજયા હતા તે પરિવારની મુલાકાતે તેઓ ગયા હતા અને ત્યારે તેમની સાથે વાર્તાલાપ થયો હતો તેની વાત તેમણે વ્યાસપીઠ ઉપરથી કરી હતી અને કહ્યું હતું કે કથા કોઈ વ્યક્તિને બદલાવા માટે નહીં પરંતુ વ્યક્તિના હૃદય અને વિચાર પરિવર્તન માટે કરવામાં આવતી હોય છે જેનો જીવંત પુરાવો તેઓને ખાનપર ગામમાં મળ્યો હતો કેમ કે ત્યાં જે વ્યક્તિએ પોતાના સ્વજન ગુમાવ્યા હતા તેમને પણ એવી લાગણી વ્યક્ત કરી હતી કે “જે થવાનું હતું તે થઈ ગયું અને અમારા ઘરમાંથી તો મરી ગયા પણ હવે બધાને પાછા દુખી તેના બાળકો તેની હાજરીમાં દિવાળી ઉજવે તેવું થાય એવું અમે ઈચ્છે છીએ” આ વાત કરીને કહ્યું હતું કે, કથાના માધ્યમથી લોકોના વિચારમાં પરિવર્તન થાય છે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને વ્યાસપીઠ ઉપરથી જ તેઓએ એવું પણ જણાવ્યું હતું કે છેલ્લા નવ દિવસથી રામકથા ચાલી રહી છે અને કથા પૂર્ણવિરામ થાય છે ત્યારે કથા દરમિયાન જે જપ-તપ થયું તે તેઓએ ઝુલતાપુલ દુર્ઘટનાના ૧૩૫ દિવંગગતોને કૃષ્ણાર્પણ કરે છે




Latest News