મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે અગાઉની બોલાચાલીનો રોષ રાખીને ગાળો આપી કાર કરી તોડફોડ


SHARE









મોરબીના નાનીવાવડી ગામે અગાઉની બોલાચાલીનો રોષ રાખીને ગાળો આપી કાર કરી તોડફોડ

મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા યુવાન સાથે અગાઉ થયેલ બોલાચાલીનો રોષ રાખીને ગાળો આપી હતી અને બાદમાં લાકડાનો ધોકો મારીને તેની કારના કાચ તોડીને નુકસાન કર્યું હતું જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાનીવાવડી ગામે બજરંગ સોસાયટીમાં રહેતા કુલદીપસિંહ સહદેવસિંહ ઝાલા જાતે દરબાર (૧૯)એ હાલમાં હાર્દિક જીતેન્દ્રભાઈ કૈલા રહે. નાની વાવડી ખોડીયાર સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે તેની સ્વીફ્ટ કાર નંબર જીજે ૩૬ એએફ ૩૫૬ માં કાચ તોડીને નુકસાની કરી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ફિનાઇલ પીધું

મોરબી નજીકના જુના જાંબુડીયા ગામ પાસે આવેલ શંભુ સેરા સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા પૂજાબેન અશોકભાઈ પરમાર (૧૮) નામની યુવતીએ કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને શામજીભાઈ ચૌહાણ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસે ગેસના બાટલા ભરેલ ટ્રક પલટી મારી ગયો હતો જેથી કરીને અકસ્માતના આ બનાવમાં ગોવિંદ પ્રસાદભાઈ ભટ્ટ (૪૫) રહે. રાજકોટ વાળાને ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી

મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ વાડી વિસ્તારમાં રહેતા કવિતાબેન દેવજીભાઈ રાઠવા (૪૩) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે




Latest News