મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં મશ્કરીમાં છત ઉપરથી ધક્કો મારી દેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE









વાંકાનેરના ઢુવા પાસે કારખાનામાં મશ્કરીમાં છત ઉપરથી ધક્કો મારી દેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

વાંકાનેરના ઢુવા નજીક આવેલ સિરામિક કારખાનામાં મશ્કરી દરમિયાન છત ઉપરથી ધક્કો મારતા નીચે પડી જવાથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ઢુવા પાસે આવેલ વરમોરા સીરામીકમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ધીરજ યાદવ (૨૨) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે ત્યાં મશ્કરી કરતા સમયે છત ઉપરથી તેને ધક્કો મારતા તે નીચે પડી ગયો હતો જેથી કરીને ઇજા પામેલા ધીરજ યાદવને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા મનસુખભાઈ પાંચાભાઇ ભીલ (૪૦) નામનો યુવાન મોરબીના નગર દરવાજા ચોક પાસે આવેલ મામુજી દુકાન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા તે યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે આવી જ રીતે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ આંબાવાડી પાસેથી છગનભાઈ પ્રેમજીભાઈને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરલે છે

ઝેરી અસર

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા નાનલા વેરલા બામણા જાતે કોળી પટેલ (૨૫) નામનો યુવાન ભૂલથી ઝેરી દવા વાળું પાણી પી ગયો હતો જેથી કરીને તે યુવાનને ઝેરી અસર થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની વાત કરી હતી અને આ બનાવ માળિયા તાલુકા પોલીસનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે 






Latest News