મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

દેશમાં પિનથી લઈને પ્લેન બનાવતું એક માત્ર રાજ્ય ગુજરાત છે: મંત્રી જગદીશ વિશ્વકર્મા


SHARE









દેશમાં પિનથી લઈને પ્લેન બનાવતું એક માત્ર રાજ્ય ગુજરાત છે: મંત્રી જગદીશ વિશ્વકર્મા

‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ ભવ્ય કાર્યક્રમનું આયોજન મોરબીમાં કરવામાં આવ્યું છે ત્યારે સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ(તમામ સ્વત્રંત હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રમોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) હાજર રહ્યા હતા અને તેઓએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો અને કહ્યું હતું કે, દેશમાં પિનથી લઈને પ્લેન બનાવતું એક માત્ર રાજ્ય ગુજરાત છે અને આગામી દિવસોમાં હજુ પણ મોરબી અને ગુજરાતમાં કરોડો રુપિયાનું નવું રોકાણ આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

હાલ સમગ્ર રાજ્યમાં ‘ગ્લોબલ સમિટ’ અન્વયે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મોરબી ખાતે યોજાયેલા 'વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાન્યુઆરી, ૨૦૨૪ માં થનાર વાઇબ્રન્ટ સમિટ પૂર્વે “વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે મોરબી ખાતે 'વાઇબ્રન્ટ મોરબી' કાર્યક્રમ યોજાયો છે. વિશ્વભરના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' ની વર્ષ ૨૦૦૩ માં  શરૂઆત કરી હતી જો કે, 3T -ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે વિકાસનું એન્જિન ગુજરાતમાં વધુ મજબૂત બનાવવું છે વધુમાં કહ્યું હતું કે, મોરબીના સિરામિકનું ગ્લોબલ સિરામિક માર્કેટ ૨૩૯.૫ બિલિયન ડોલર છે. મોરબી જિલ્લાનું સિરામિક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક પ્રોડક્ટ ઉત્પાદન કરતું ક્લસ્ટર છે જેનું વાર્ષિક ટર્નઓવર ૬૦,૦૦૦ કરોડનું છે. આ જિલ્લો આજની તારીખે ૮ થી ૧૦ લાખ લોકોને રોજગારીઓ પૂરી પાડે છે. માત્ર સિરામિક જ નહીં પરંતુ ઘડિયાળ, વોલ કલોક, ગીફ્ટ આર્ટીકલ, પેપર મિલ વિગેરે ઉદ્યોગ પણ અહી ધમધમે છે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું જો કે, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ ઉદ્યોગને કનડતા પ્રશ્નો મંત્રીને જણાવ્યા હતા આ કાર્યક્રમમાં મંત્રીની હાજરીમાં અંદાજે ૧૭૦૦ કરોડના પાંચ જુદાજુદા એમઓયુ કરવામાં આવ્યા હતા ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરા તેમજ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, કલેકટર જી.ટી. પંડ્યા, સહિતના હાજર રહ્યા હતા




Latest News