મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા સાત જુગારી પકડાયા


SHARE









મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા સાત જુગારી પકડાયા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા યુવાનના ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૭,૨૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા નિલેશભાઈ પ્રવીણભાઈ રૂપારેલના ઘરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી નિલેશભાઈ પ્રવીણભાઈ રૂપારેલ (૩૧), રસીકભાઇ ગાંડાલાલ રાજાણી જાતે લોહાણા (૪૫) રહે. કેવડાવાળી મેઇન રોડ બજરંગ સોડાની સામેની શેરી રાજકોટ, જયેશભાઇ અશોકભાઇ રૂપારેલ જાતે લોહાણા (૪૫) રહે. યુનીવર્સીટી રોડ રૈયારોડ લાઇટ હાઉસ સોસાયટી બિલ્ડીંગ નં.૯ બ્લોકનં.૧૨૦૪ રાજકોટ, રાજેશભાઇ ભગવાનજીભાઇ ખખર જાતે લોહાણા (૬૦) રહે.  યુનીવર્સીટી રોડ ભગતસિંહ ગાર્ડન પાસે હાઉસીંગ બોર્ડ મકાન નં.૫૫૩ રાજકોટ, અલ્પેશભાઇ નરેન્દ્રભાઇ રૂપારેલ જાતે. લોહાણા (૩૧) રહે. સાતનાથ કોલોની પાછળ જડેશ્વર પાર્ક શેરી નં.૩ જામનગર, ભાવીનભાઇ પ્રવીણભાઇ રૂપારેલ જાતે લોહાણા (૩૬) રહે. રવાપર ગામ ચિત્રકુટ સોસાયટી હનુમાજી મંદીર પાસે મોરબી અને કમલેશભાઇ અશોકભાઇ રૂપારેલ જાતે. લોહાણા (૩૮) રહે. રેલનગર વીરસાવરકર ટાઉનશીપ જી.૬૨ રાજકોટ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૪૭,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં સતવારા બોર્ડિંગ પાસે રહેતા જીતુબેન કવાભાઈ હમીરપરા (૭૦) નામના વૃદ્ધા મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ બાજુથી બાઇકમાં બેસીને પરત મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે બાઈકમાંથી અકસ્માતે પડી જતા તેને ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News