મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબી પોસ્ટ વિભાગ દ્રારા આજે વિવિધ ખાતા ખોલવા માટેનાં મેગા કેમ્પનું આયોજન 


SHARE









મોરબી પોસ્ટ વિભાગ દ્રારા આજે વિવિધ ખાતા ખોલવા માટેનાં મેગા કેમ્પનું આયોજન 

મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં તા.૧૦-૧૦ ને મંગળવારના રોજ વિત્તિય સશક્તિકરણ દિવસ ઉજવાશે જેના અનુસંધાને પોસ્ટ ઓફિસના વિવિધ ખાતા ખોલવા માટેનાં મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ ભારતમાં તા.૯-૧૦ થી તા.૧૩-૧૦ સુધી રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણીનાં ભાગ રૂપે તા.૧૦-૧૦ નાં મંગળવારના રોજ વિત્તિય સશક્તિકરણ દિવસની ઉજવણી મોરબી મેઈન પોસ્ટ ઓફિસ માં ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેમાં પોસ્ટ ઓફિસમાં સેવિંગ ખાતા, સુકન્યાનાં ખાતા, મહિલા સન્માન બચત પત્ર, પીપાએફનાં ખાતા તેમજ પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓનાં ખાતા ખોલવા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આ કેમ્પમાં ગ્રાહકોને ફોર્મ પણ ભરી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.તો મોરબીની જાહેર જનતાને આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા મોરબી એમડીજીના પોસ્ટમાસ્તર પરાગભાઈ વસંતે યાદીમાં જણાવેલ છે.




Latest News