મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ, ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ


SHARE







મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ, ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપરણ કરી જવામાં આવતા ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હોય હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા અપહરણની ફરિયાદ નોંધીને સગીરાને શોધવા તેમજ આરોપીને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સમયના ગેટ નજીકના વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ થઈ ગયેલ છે.ગત તા.૨૯-૯ ના વહેલી સવારે ૬ વાગ્યાના અરસામાં સગીરાનું અપહરણ થતાં પરિવારજનોએ ઘરમેળે તપાસ કરી હતી જોકે સગીરનો પતો ન લાગતા અંતે ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેઓએ એક મોબાઈલ નંબર આપીને ફરિયાદ નોંધાવેલ હોય એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હુકુમતસિંહ જાડેજા દ્વારા આ બાબતે અપરણનો ગુનો દાખલ કરીને ભોગ બનેલ સગીરાને શોધવા તથા આરોપીને પકડવા કવાયત શરૂ કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ત્રિમૂર્તિ સોસાયટીમાં રહેતા ઉત્તમ મનોજભાઈ બજાણીયા નામના ૩૪ વર્ષીય યુવાને પોતાની જાતે બ્લેડ વડે હાથના ભાગે ચેકા મારી લીધા હતા અને બાદમાં ફિનાઈલ પી લેતા તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ હાથ ધરી હતી.જ્યારે મોરબી નજીકના શનાળા ગામે રહેતા કૈલાસબેન ગટુભાઈ વાઘેલા નામની ૩૦ વર્ષીય મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટ હાઇવે ઉપર બે બાઈક વચ્ચે અકસ્માત થયો હતો જે બનાવમાં કૈલાસબેન વાઘેલાને ઇજાઓ થવાથી સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા પ્રભાબેન ભુરાભાઈ ડાભી નામની ૪૩ વર્ષીય મહિલાને મોરબીની વાવડી ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થવાથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જે અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે ટંકારા તાલુકાના મીતાણા ગામે આવેલ દેવ ફાઈન કેમ્પ નામના યુનિટ પાસે રહેતા અને મજૂરી કામ કરતા બલ્લુ બલરામભાઈ સમીપ સીરવમ નામના ૪૫ વર્ષના યુવાનને કામ દરમિયાન સાપ કરડી જતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.






Latest News