મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કનેક્શન માટે ધમકાવીને લાંચ લેનારા પાણી પુરવઠા વિભાગના બે કર્મચારી ઝડપાયા


SHARE









વાંકાનેરમાં કનેક્શન માટે ધમકાવીને લાંચ લેનારા પાણી પુરવઠા વિભાગના બે કર્મચારી ઝડપાયા

મોરબી જિલ્લાના વાંકાનેરમાં પાણીના કનેક્શન માટે ધમકાવી મોટો દંડ કરી કેસ કરશે તેવી ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ એસીબીની ટીમે છટકું ગોઠવીને ૪૦ હજારની લાંચ લેતા પાણી પુરવઠાના બે કર્મચારીને રંગેહાથ ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લાના ફરીયાદી તથા તેના મિત્રએ કાછીયાગાળા સર્વે નંબરમાથી પસાર થતી ઢાંકી – સુરેન્દ્રનગરથી હડાળા-રાજકોટ જતી જીડબલ્યુઆઈએલ નર્મદાની પીવાના પાણીની પાઇપ લાઇનમાથી પાણીનુ કનેકશન લીધેલ હતું જે બાબતે આરોપીઓએ ફરીયાદીને બોલાવીને બન્ને કનેકશન દુર કરાવી ફરીયાદીને કનેકશન બાબતે અવારનવાર રૂબરૂ બોલાવીને તેઓ ઉપર કેસ કરીને બંનેને દશ-દશ લાખનો દંડ કરાવશે અને તેઓની જમીન ઉપર બોજો આવશે તેવો ડર બતાવ્યો હતો અને કેસ નહી કરવાના ફરિયાદી સહિત બંને પાસેથી ૧,૫૦,૦૦૦ ની માંગણી કરી હતી જો કે, એકના ૫૦,૦૦૦ લેખે બંનેને એક લાખ આપવાના નક્કી કર્યા હતા ત્યાર પછી ફરીયાદીને અવાર નવાર ફોન કરીને બોલાવી ફરીયાદીના મિત્રનો પણ વહીવટ કરાવી દેવા દબાણ કરીને લાંચની માંગણી કરી હતી જેથી કરીને ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને બાદમાં છટકુ ગોઠવીને આરોપી સુમાર ઉર્ફે સમીર નુરમામદભાઇ જુણેજા સંધી (૩૫) નોકરી લાઇન મેઇન પાણી પુરવઠા સુરેન્દ્રનગરમાં અગીયાર માસના કરાર આધારીત રહે. ખેરવા તાલુકો વાંકાનેર અને હિરેનભાઇ ઉર્ફે બાપુ ચંદુભાઇ કોટડીયા પટેલ (૨૫) નોકરી ધરતી એન્જીનિયરીંગમાં મેન્ટેનન્સ સુપરવાઇઝર રહે. હાલ કુવાડવા પાણી પુરવઠાના હેડ વર્ક્સના ક્વાર્ટરમાં મુળ રહે. અમરેલી લાઠી રોડ વ્રુદાવન પાર્ક બી-૫૧. વાળાને લાંચના નાણા ૪૦,૦૦૦ લેતા પકડી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News