મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક શેરે પંજાબ હોટલના કમ્પાઉન્ડમાંથી દારૂની ૨૦ બોટલ સાથે એક પકડાયો


SHARE









મોરબી નજીક શેરે પંજાબ હોટલના કમ્પાઉન્ડમાંથી દારૂની ૨૦ બોટલ સાથે એક પકડાયો

મોરબી નજીકના બહાદુર ગઢ ગામના પાટિયા પાસે આવેલ શેરે પંજાબ હોટલના કમ્પાઉન્ડમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ૨૦ બોટલો મળી આવતા પોલીસે ૨૦૦૦ ની કિંમતના દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલી શેરે પંજાબ હોટલના કમ્પાઉન્ડમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની નાની ૨૦ બોટલો મળી આવતા પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં પ્રવીણભાઈ ભવરારામ સોલંકી જાતે રાજપૂત (૨૦) રહે. હાલ બહાદુરગઢના પાટીયે શેરે પંજાબ હોટલમાં મૂળ રહે રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કયાંથી લઈને લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

દેશી દારૂ

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે તળાવ પાસે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવતા પોલીસે ૪૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ ગોરધનભાઈ ગંગારામભાઈ કોળી રહે ઇંગોરાળા તાલુકો હળવદ વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News