મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જૂના મહાજન ચોકમાં ચલણી નોટથી જુગાર રમતા બે જુગારી પકડાયા


SHARE









મોરબીના જૂના મહાજન ચોકમાં ચલણી નોટથી જુગાર રમતા બે જુગારી પકડાયા

મોરબીના જૂના મહાજન ચોક પાસે જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૯૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મોરબીના જૂના મહાજન ચોક પાસે જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કાંતિલાલ દેવરાજભાઈ ડાભી જાતે સતવારા (૫૦) રહે માધાપર મોરબી અને જગદીશભાઈ રમેશભાઈ નંદેસરીયા જાતે કોળી (૪૭) રહે. નાગર પ્લોટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૯૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વરલી જુગાર

વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોય પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રોહિતભાઈ લાલજીભાઈ ફીસોડીયા જાતે કોળી (૪૪) રહે. મિલ પ્લોટ ફાટક પાસે વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૨૫૦ રૂપિયાની રોકડ તેની પાસેથી કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News