મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ગોકુલ મથુરા સોસાયટીમાં યુવતીએ બીમારીથી કંટાળીને ન કરવાનું કર્યું


SHARE









મોરબીની ગોકુલ મથુરા સોસાયટીમાં યુવતીએ બીમારીથી કંટાળીને ન કરવાનું કર્યું

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં વરણી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં સાડી વડે ગળાફસો ખાઈને યુવતીએ આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહ પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ ગોકુલ મથુરા સોસાયટીના વરણી એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૨૦૧ માં રહેતા કલ્પેશભાઈ મહાદેવભાઇ મારવાણીયા જાતે પટેલ (૩૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, તેઓના વરણી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલ ઓરડીમાં મૂળ નેપાળના રહેવાથી જરનાબેન પુર્નાભાઇ વિશ્વકર્મા જાતે નેપાળી (૧૮) નામની યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે, આઠ માસ પહેલા મૃતક યુવતીને મળ પુત્ર માર્ગમાં બીમારી હોય તેનું ઓપરેશન કરાવ્યું હતું અને તેને કિડનીની બીમારી હોવાથી તેની રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ હતી દરમિયાન તે બીમારીથી કંટાળી ગઈ હોય અને તેણે આ અંતિમ પગલું ભર્યું છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે જેની નોંધ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસેથી બાઈકમાં વિક્રમ સિધ્ધરાજ ભીલ (૧૬) રહે, મકાનસર વાળો જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ગામ પાસે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે




Latest News