મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

ટંકારા ICDS ઘટક ખાતે સશકત દીકરી સુપોષિત ગુજરાત થીમ આધારિત કિશોરી મેળો યોજાયો


SHARE









ટંકારા ICDS ઘટક ખાતે સશકત દીકરી સુપોષિત ગુજરાત થીમ આધારિત કિશોરી મેળો યોજાયો

કિશોરી કુશળ બેન સુત્ર ને સાર્થક કરવા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે “સશક્ત દીકરી સુપોષિત ગુજરાત” મેળાનું ટંકારા આઇસીડીએસ ઘટક કચેરીએ ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ યાર્મીબેન ભાવિનભાઈ સેજપાલ, ન્યાય સમિતિના ચેરમેન ગીતાબેન શક્તિવનભાઈ ભોરણીયા ટીડીઓ જતીનભાઈ ચાવડા, બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન ચારોલા સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં આરોગ્ય શાખા ડો. ચિત્રાન્ગીની પટેલ દ્વારા અનેમીયા, હિમોગ્લોબીન, આહાર અને અંગત સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું તે સહિત જુદાજુદા વિભાગના અધિકારી અને કર્મચારી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું તેમજ તમામ યોજનાઓનો લાભ લેવા માટે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી યાર્મીબેન સેજપાલે આહવાન કર્યું હતું આ કાર્યક્રમને અંતે કિશોરીઓને મહાનુભાઓના હસ્તે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સીડીપીઓ સિદ્ધરાજસિંહ ઝાલા, એસ.એ. કુલદીપભાઈ, ક્રીપાલસિંહ, જયસુખભાઈ, રશ્મિબેન, નુસરતબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News