મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબી : સરકારી કર્મચારીની હડતાલ ઉપર પ્રતિબંધ મુકવા માંગ


SHARE









મોરબી : સરકારી કર્મચારીની હડતાલ ઉપર પ્રતિબંધ મુકવા માંગ

મોરબીના જાગૃત નાગરીક તથા અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને લેખીતમા રજુઆત કરીને માંગ કરેલ છે કે, સરકારી કર્મચારીઓ દ્વારા વારંવાર જે હડતાલો કરવામાં આવે છે તેના ઉપર પ્રતિબંધ લાગવો જોઈએ.કારણ કે છાસવારે વિવિધ વિભાગના કર્મચારીઓ હડતાલ પાડે છે જેના લીધે વિના વાંકે લોકોના કામ અટકી પડતાં હોવાથી લોકોને મુશ્કેલી સર્જાય છે માટે કર્મચારીઓ દ્રારા પાડવામાં આવતી હડતાલ ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.

ગુજરાતમાં વારંવાર હડતાલો પડે છે અને વિવિધ વિભાગના કર્મચારીઓ આંદોલન કરે છે જેની અસર સીધી પ્રજા ઉપર થાય છે અને જાહેર જનતા હેરાન પરેશાન થાય છે તેમજ દરેક ખાતાની યુનીયન પ્રથા પણ રદ કરવી જોઈએ જેથી કર્મચારી સીધી રજુઆત કરી શકે છે અન્ય રાજયમાં આવી હડતાળ કે આંદોલન ઉપર પ્રતિબંધ છે જેથી ત્યાં પ્રજાને કોઈજાતની તકલીફ પડતી નથી ગુજરાતમાં જેમ પોલીસ યુનીયન રદ કરેલ છે તેમ દરેક સરકારી બોર્ડ નિગમમા યુનીયનો રદ કરવા જોઈએ તેમજ તહેવાર સમયે જ કર્મચારીઓ સરકારનું નાક દબાવે છે જેને લીધે પ્રજા હેરાન થાય છે અને આવા કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ જેથી તેની આંખ ઉઘડે ગુજરાતમાં છાસવારે આંદોલન ચાલુ હોય છે.જેમ કે મધ્યાન ભોજન, આંગણવાડી, એસ.ટી.નિગમ, સસ્તા અનાજની દુકાનો આવા અસંખ્ય આંદોલન થાય છે જેનો સરકારે પશ્નો સાંભળીને નિકાલ કરવો જોઈએ અથવા તેના ઉપર કડક પગલા લેવાનો સમય પાકી ગયેલ છે. કર્મચારી છે તે સરકારના હાથપગ છે તેમા પણ ધ્યાન દેવુ જરૂરી છે અને તેમની માંગણી નિયમોનુસાર સ્વીકારીવી જોઈએ અથવા નિયમ વિરૂધ્ધ હોય તો તેના ઉપર પગલા પણ લેવા જોઈએ પરંતુ હડતાલ પાડીને આવી રીતે પ્રજાને બાનમાં લેવી તે યોગ્ય નથી જો આ બાબતે સરકાર ધ્યાન નહી આપે તો પ્રજાને સરકાર ઉપર વિશ્વાસ ઉડી જશે અને કર્મચારીને છૂટો દોર મળશે કે ગમે ત્યારે આંદોલનનું રણીશીંગુ ફુકશે જે વ્યાજબી નથી આ બાબતે સરકાર વહેલી તકે પગલા લેવા જોઇએ તેવી માંગણી અહિંના પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને કરેલ છે.




Latest News