મોરબીમાં ખેલૈયાઓ માટે વાઇબ્રન્ટ ગરબા કલાસ દ્વારા ટ્રેડિશનલ ડ્રેસ સાથે વેલકમ નવરાત્રી રસોત્સવનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં ખેલૈયાઓ માટે વાઇબ્રન્ટ ગરબા કલાસ દ્વારા ટ્રેડિશનલ ડ્રેસ સાથે વેલકમ નવરાત્રી રસોત્સવનો કાર્યક્રમ યોજાયો
ગુજરાતને તહેવારોની ભૂમિ કહેવામાં આવે છે અને સામાન્ય રીતે ગણેશ વિસર્જન કરવામાં આવે છે ત્યાર પહેલાથી જ યુવાનો આતુરતાથી નવરાત્રિની રાહ જોતા હોય છે અને નવરાત્રીને દુનિયાનો સૌથી લાંબો તહેવાર કહેવામાં આવે છે જેને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જુદાજુદા ડાન્સ કલાસીસમાં ખેલૈયાઓ તૈયારીઓ કરવામાં આવી રહી છે દરમ્યાન મોરબીમાં ખેલૈયાઓ માટે વાઇબ્રન્ટ ગરબા કલાસ દ્વારા ઉમિયા નવરાત્રી મહોત્સવના મેદાનમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાત અને ગરબાએ બન્ને એક સિક્કાની બે બાજુ છે તેમ કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, નવરાત્રી નજીક આવે એટલે ગરબા યાદ આવે અને ગરબા યાદ આવે એટલે અચૂક ગુજરાત પણ યાદ આવે જ છે કેમ કે, દિવાળી સહિતના તહેવારો વધુમાં વધુ ચારથી પાંચ દિવસના છે જો કે, નવરાત્રી સતત નવ દિવસ સુધી ચાલતો તહેવાર છે અને નવરાત્રી દરમિયાન ગુજરાતમાં પ્રાચીન અને અર્વાચીન સંગીત સાથે ગરબા અને રાસ રમઝટ બોલાવવામાં આવે છે આટલું જ નહિ દરવર્ષે નવરાત્રી પહેલા ખેલૈયાઓ દ્વારા અવનવા સ્ટેપ શીખવામાં આવે છે અને ત્યાર બાદ નવ દિવસની નવરાત્રીમાં તે ગરબાના મેદાનમાં ધૂમ મચાવે છે
મજાની વાત તો એ છે કે, નવરાત્રીના નવ દિવસ ન માત્ર યુવાનો પરંતુ નાના બાળકોથી લઈને વૃધ્ધો સહિતના ગુજરાતીઓ મન ભરીને ગરબા અને રાસ રમે છે. ગુજરાતના જુદાજુદા જિલ્લાઓની જેમ મોરબીમાં પણ નવરાત્રી દરમ્યાન પ્રાચીન અને અર્વાચીન નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે જેથી તેમાં ગરબે ઘુમવા માટે અને દાંડિયા લેવા માટે ખેલૈયાઓ દ્વારા નવરાત્રીના એક દોઢ નહિ બે બે મહિના પહેલાથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવતી હોય છે આ વર્ષે નવરાત્રીમાં અનેક સ્ટેપ નવા ગરબા લોકોને જોવા મળવાના છે જો કે મોરબીમાં વર્ષોથી કાર્યરત વાયબ્રન્ટ ડાન્સ એકેડમીના સંચાલક ભાસ્કર પૈજા અને તેની ટિમ દ્વારા નવરાત્રિ પહેલા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કલાસિસના સભ્યો ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબે ઘૂમયા હતા
એવું કહેવાય છે કે, કૃષ્ણાવતારમાં ભગવાન શ્રીકૃષ્ણ જયારે વાંસળી વગાડતા હતા અને ગોપીઓ સાથે રાસ રમતા હતા. આ રાસ નવરાત્રી દરમિયાન સૌથી લોકપ્રિય છે. જો કે, તે ઉપરાંત મણિયારો રાસ, રાસ હુડો, વિછુંડો ટીપ્પણી, દાંડિયા, નૃત્ય, ગોપ રાસ, કહાલ્યા મેર રાસ વિગેરે પ્રાચીન રાસ ગરબા આજની તારીખે એટલા જ લોક પ્રિય છે ત્યારે આગામી નવરાત્રીમાં રમઝટ બોલાવવા માટે ખેલૈયાઑ તૈયાર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી મોરબીમાં ખેલૈયાઓ માટે વાઇબ્રન્ટ ગરબા કલાસ દ્વારા જે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં લગભગ ૯૦૦ કરતાં વધુ ખેલૈયાઓએ એક સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને અવનવા સ્ટેપ સાથે પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ગરબે ઘૂમીને નવરાત્રીનું વેલકમ કર્યું હતુ









