મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારીની જાણ બહાર દુકાનમાંથી ૯.૫૮ લાખની તમાકુની ચોરી કરીને વેચી નાખનારા આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં વેપારીની જાણ બહાર દુકાનમાંથી ૯.૫૮ લાખની તમાકુની ચોરી કરીને વેચી નાખનારા આરોપીની ધરપકડ

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ જય કોમ્પલેક્ષમાં ખોડીયાર સેલ્સ એજન્સી નામની દુકાન ધરાવતા વેપારીએ તેની દુકાનમાં કામે રાખેલા શખ્સ દ્વારા તમાકુના કાર્ટુનની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ૯,૫૮,૭૦૦ ની ચોરીની વેપારીએ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં રોયલ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-૨૦૧ માં રહેતા અલ્પેશભાઈ કાંતિભાઈ ધમસાણીયા જાતે પટેલ (૪૦) એ હાલમાં જયદીપભાઇ બીપીનભાઈ કાઠીયા રહે. માધાપર હનુમાન ચોક મોરબી વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ છે કે, મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ જય કોમ્પલેક્ષમાં ખોડીયાર સેલ્સ એજન્સી નામની તેની દુકાન છે અને તે દુકાનમાં તેણે આરોપી જયદીપભાઇ કાઠીયાને કામે રાખ્યો હતો અને આરોપીએ ફરિયાદીની જાણ બહાર તેની દુકાનમાંથી તમાકુના અલગ અલગ ૧૯ જેટલા કાર્ટૂનની ચોરી કરીને વેચી નાખેલ છે અને આ તમાકુના કાર્ટુનની કિંમત ૯,૫૮,૭૦૦ રૂપિયા થાય છે જેથી ભોગ બનેલા દુકાનદાર દ્વારા તેના કર્મચારી સામે નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ચોરીના આગુણમાં સંદીપ ઉર્ફે જયદીપ બીપીનભાઈ કાઠીયા કોળી (૨૨) રહે. માધાપર કપિલા હનુમાન ચોક મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News