મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ
Breaking news
Morbi Today

મોરબી : નેતા અને અધીકારીઓને સરળ સામાન્ય વિચારશિલ સવાલ...રોડના બિલ પાસ થઇ ગયા બાદ તે રોડના ગેરંટી પિરીયડ સુધી મોનીટરીંગની જવાબદારી કોની ?


SHARE







મોરબી : નેતા અને અધીકારીઓને સરળ સામાન્ય વિચારશિલ સવાલ...રોડના બિલ પાસ થઇ ગયા બાદ તે રોડના ગેરંટી પિરીયડ સુધી મોનીટરીંગની જવાબદારી કોની ?


વર્ષો પહેલાં એકવખત ડામર રોડ બની જાય એટલે ૫-૭ વર્ષ સુધી રસ્તાઓ ખરાબ થતાં જ ન હતા.આજે વર્તમાન સમયમાં રોડ રસ્તાઓ બની જાય અને બિલ પાસ થઇ જાય પછી માત્ર એક-દોઢ વર્ષ સુધીમાં તે ખરાબ બની જાય છે. છતાં તેની નોંધ ન લેવી તેનુ આશ્ચર્ય લોકદિલમાં જણાય છે અને લોકપ્રતિનિધિ એવા નેતાઓ, પ્રમુખો સાથે જે તે પક્ષના હોદ્દેદારો (સતાધારી તેમજ વિપક્ષ) પણ તેવા ખરાબ વળીયા પડેલ રોડ રસ્તાઓ ઉપર ચાલીને ગામેગામ મિટીંગો અઢળક થતી હોય છે પરંતુ લોકોનો પ્રાણ પ્રશ્ન એવાં રોડ રસ્તા વિશે લોક ઉપયોગી કામગીરી કેટલી થતી હશે ? ખરાબ રસ્તાઓથી વાહનોને થતી મોટી નુકશાની તેમજ લોકોને પડતી હાલાકીને નજર અંદાજ શા માટે કરવામાં આવતી નહીં હોય ? તાલુકા તેમજ જિલ્લાને જોઈતી સારી સુવિધાઓ, રોજગાર માટે ધ્યાન કેન્દ્રિત શા માટે કરવામાં આવતું નહીં હોય ? મીટીંગો દરમિયાન લોક ઉપયોગી કામ કરવું અને કરાવવું તેમજ તેના રિપોર્ટ આજની ફાસ્ટ ટેક્નોલોજી યૂગમાં નિયમ મુજબ ઉચ્ચ લેવલ સુધી પહોંચાડવામાં પણ મનમાં સંકોચ શા માટે અનુભવાતી હશે ? તે વિચાર માંગી લે તેવી બાબત છે.

આજના ડિજીટલ યુગમાં પણ મોરબીના જેતપર રોડ, ખોખરા હનુમાન રોડ, હળવદ રોડ, જડેશ્વરથી વાંકાનેર રોડ આ મુખ્ય રસ્તાઓ ઉપરાંત અન્ય ગ્રામ્ય વિસ્તારના બિસ્માર રસ્તાઓ ઉપર ચાલતાં લોકો તેમજ વાહનચાલકોને ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે ઘણી મોટી મોટી સભાઓમાં વાતો થાય છે કે ચુંટાશુ તો આમ કામ કરીશુ... તેમ કામ કરીશુ પરંતુ ચુંટાયા બાદ ? શું રાજય કે કેન્દ્ર સુધી ખરાબ રસ્તાઓ વિશેનાં નવા કામની રજુઆત માટે રિપોર્ટ આપવામાં આવતાં હશે ? લોકો ઉપયોગી કામગીરીમાં જો લેખીત મૌખિક રજૂઆતો જ ન થતી હોય તો તે મીટીંગો શા કામની થાય છે ? એકબાજુ સરકારી રોડ ટેક્સ વાહનની ખરીદી સાથે જ ચોંટી જાય છે તો ખાડા ખબડા અને વળીયા વાળા ખરાબ રોડ, આખાં રોડમાં માત્ર એક બાજુની પટ્ટી બનાવવી જેવા ડીજીટલ રોડને આખા સારાં બનાવી વાહનની જાળવણી થાય તેવાં રોડના કામો રજુઆતો હોય છતાં ખોરંભે કેમ ચડતાં હશે ?! વળી પ્રિન્ટ મીડિયા અને ઈલોકટ્રોનિક મીડીયા, સોશ્યલ મીડિયામાં ઘણીવાર રોડ રસ્તાઓને લઇ લોકદર્દ રજું થતું હોય છે જે સૌની નજર સમક્ષ પણ હોય છે ત્યારે અધિકારીઓ અને નેતાઓને કેમ આ દુખ અનુભવાતુ નહિં હોય ? સૌ મૌન કેમ બની જતા હશે ? રોડના બિલ પાસ થઇ ગયા બાદ તે રોડની ગેરંટી પિરિયડ સુધી વેલીડીટી અને રોડ કંન્ડીશન અને રોડ પાલીશીંગ તેમજ રીપેરીંગના મોનીટરીંગની જવાબદારી કોની ? કે બીલ મંજુર થઇ જાય એટલે અધિકારી, નેતા અને કોન્ટ્રાક્ટરની જવાબદારી પૂરી પ્રજા ભલેને પછી રોડ ઉપર બ્રેક ડાન્સ કરતી આ બાબત સૌ સમજે જ છે પણ બોલતુ કોઇ નથી છે વિસ્ફોટ રૂપે બહાર આવે તો નવાઇ નહિં.






Latest News