મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દલિત સમાજની ફરિયાદ નોંધવાની માંગ: ટંકારાના પૂર્વ ધારાસભ્યએ જાહેરમાં માફી માંગી


SHARE









મોરબીમાં દલિત સમાજની ફરિયાદ નોંધવાની માંગ: ટંકારાના પૂર્વ ધારાસભ્યએ જાહેરમાં માફી માંગી

મોરબીમાં ઝુલતા પુલને લઈને સીટનો રિપોર્ટ આવ્યો છે તે સીટના રિપોર્ટને ટાંકીને ટંકારા-પડધરી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને મોરબી જીલ્લા કોંગ્રેસના પુર્વ પ્રમુખ લલીતભાઈ કગથરા દ્વારા ઓરેવા કંપનીના જયસુખભાઈ પટેલના સમર્થનમાં એક વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો અને જેમાં લલીતભાઈ કગથરા દ્વારા એક ગેર સંવેધાનીક શબ્દ ઉચ્ચારણ કરવામાં આવેલ હોય તેને લઈને મોરબી દલિત સમાજના આગેવાનો દ્વારા મોરબીના જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી અને ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી. જોકે ટંકારા-પડધરીના પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા દ્વારા વધુ એક વિડિયો જાહેર કરીને પોતે પોતાના નિવેદનમાં તળપદી ભાષાનો ઉપયોગ કર્યો હોય અને તેને લઈને જો કોઈનું મન દુભાયુ હોય કે કોઈની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો પોતે આ બાબતે દિલગીર છે અને ભવિષ્યમાં આ બાબતે પોતે ચોક્કસ ધ્યાન રાખશે તે પ્રકારના વધુ એક વિડીયો તેઓએ શેર કર્યો હતો અને જેને લઈને હાલ મોરબીના રાજકારણમાં ચર્ચાઓનું બજાર ગરમ થઇ ગયુ છે. 




Latest News