મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

હળવદ નજીક ગાયને બચાવવા જતાં ટ્રક ટેન્કર નાલાની પાળી સાથે અથડાતાં આગ લાગવાથી બળીને ખાખ


SHARE









હળવદ નજીક ગાયને બચાવવા જતાં ટ્રક ટેન્કર નાલાની પાળી સાથે અથડાતાં આગ લાગવાથી બળીને ખાખ

હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ રણજીતગઢ ગામ પાસેથી ટ્રક ટેન્કર નંબર જીજે ૧૨ બીટી ૩૫૩૮ લઈને ડ્રાઇવર પસાર થઈ રહ્યો હતો ત્યારે રણજીતગઢના પાટિયા પાસે રસ્તા ઉપર ગાય આડી ઉતરી હતી જેથી કરીને ગાયને બચાવવા જતા ટ્રક ટેન્કર રોડ સાઈડમાં આવેલ નાલાની પાળી સાથે અથડાયું હતું ત્યારબાદ ટ્રક ટેન્કરમાં આગ લાગી ગઈ હતી અને આખું ટેન્કર આગની ઝપેટમાં આવી ગયું હતું જેથી કરીને ટેન્કર બળીને ખાખ થઈ ગયું છે જોકે આ બનાવની હળવદ નગરપાલિકા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાને આવી હતી અને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા જોકે આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ટેન્કર સંપૂર્ણ બનીને ખાખ થઈ ગયું હતું જેથી કરીને ગાંધીધામના ગળપાદર ખાતે રહેતા ટ્રાન્સપોર્ટર લખુભાઇ ગોવિંદભાઈ વિરડા જાતે આહિર (૫૩)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતના બનાવની જાણ કરી છે જેમાં તેને જણાવ્યું છે કે ટેન્કરમાં ડ્રાઇવર એરંડા ઓઇલ ભરીને પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ટેન્કર તથા તેમાં ભરેલ માલ બળીને ખાખ થઈ ગયો છે જેથી કરીને પોલીસે આ અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News