મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે નસાની હાલતમાં ઘરે ગળાફાંસો ખાઈ લેતા યુવાન સારવારમાં


SHARE











માળીયા (મી)ના ખાખરેચી ગામે નસાની હાલતમાં ઘરે ગળાફાંસો ખાઈ લેતા યુવાન સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા યુવાને નસાની હાલતમાં પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીના જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં યુવાનને સારવાર આપીને હોસ્પિટલ મારફતે આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ દેગામા (૩૫) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ઘરે કપડાં સૂકવવાની દોરી વડે તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાને પ્રથમ સારવાર માટે મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને વધુમાં હોસ્પિટલેથી મળતી માહિતી પ્રમાણે નશાની હાલતમાં પ્રવીણભાઈ દેગામાએ પોતાના ઘરની અંદર જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા રાજ કરસનભાઈ આકોલીયા (૧૨) નામનો બાળક તેના મિત્ર સાથે રીક્ષામાં હતો ત્યારે રીક્ષા પલટી મારી જતા રાજ તથા તેના મિત્ર બંનેને ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળ વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના મકનસર ગામે રહેતો રણવીરબેની માધુરસિંગ (૨૮) નામનો યુવાન રફાળેશ્વર જીઆઇડીસી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ઇજા થઈ હોવાથી સિવિલ હોસ્પિટલ ખાતે તેને લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે




Latest News