મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના  ખાખરાળા પાસે સર્જાયેલા જીવલેણ અસ્કમાતના બનાવમાં આરોપી ટ્રક ચાલકની ધરપકડ


SHARE









મોરબીના  ખાખરાળા પાસે સર્જાયેલા જીવલેણ અસ્કમાતના બનાવમાં આરોપી ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા અને જેપુર ગામની વચ્ચે પેટ્રોલ પંપ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે બડાદોસ્ત વાહનને હડફેટે લીધું હતું જેથી તે વાહનમાં બેઠેલા વૃદ્ધને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને વાહનના ડ્રાઇવરને ઇજા થઈ હતી જે બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ ટ્રકના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મૂળ ઓડિસાના રહેવાસી અને હાલમાં બરવાળા ગામ પાસે એન.એસ. એન્જિનિયરિંગ પ્લાસ્ટિક કારખાનામાં રહેતા અને કામ કરતા જ્યોતીન્દ્ર વિશ્વનાથ નાયક જાતે ખંડાયત (૩૨)એ ટ્રક ટેલર નંબર જીજે ૧૬ એડબલ્યુ ૯૮૫૯ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કેમોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા અને જેપુર ગામ વચ્ચે પેટ્રોલ પંપ પાસેથી ફરિયાદીના પિતા વિશ્વનાથ શ્યામસુંદર નાયક (૬૦) તેના વાહનમાં તેઓના અશોક લેલન કંપનીનું બડાદોસ્ત વાહન નંબર જીજે ૩૬ વી ૨૮૦૬ વાહનમાં ડ્રાઇવર સુખરાજ સાથે મોરબી થી બરવાળા તરફ જતાં હતા ત્યારે ખાખરાળા અને જેપુર ગામ વચ્ચે ટ્રક ટ્રેલરના ચાલકે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવીને બડા દોસ્ત વાહનને હડફેટે લીધું હતું અને અકસ્માત સર્જ્યો હતો જે બનાવવામાં ફરિયાદીના પિતા વિશ્વનાથ શ્યામસુંદર નાયક (૬૦)ને ગંભીર ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતુ અને તેના ડ્રાઇવર સુખરાજને ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો આ ગુનામાં પોલીસે આરોપી મહેશ ગોરધનભાઈ સોમાણી જાતે કોળી રહે. મોટા ભેલા માળીયા મિયાણા વાળા ની ધરપકડ કરેલ છે અને આગળની તજવીજ શરૂ કરેલ છે

ફિનાઇલ પીધું

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા સુરેશભાઈ મૂળજીભાઈ વાડોલીયા (૪૭) નામનો યુવાન કોઈ કારણોસર પોતાની જાતે ફીનાઇલ પી ગયો હતો જેથી કરીને તેને અર્ધ બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી જો કે, આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત કરેલ છે

માર માર્યો

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રોલા રાતડીયાની વાડીએ રહેતા રુક્ષ્મણીબેન કમલેશભાઈ ડાભી (૩૦)ને તેઓ પોતાના ઘરે હતા ત્યારે ત્યાં તેના પતિએ માર માર્યો હતો જેથી કરીને તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ દ્વારા કરવામાં આવી છે

ઝેરી દવા પીધી

મોરબી નજીકના જાંબુડીયા ગામે રહેતો શંકર પ્રેમજી તળવી (૨૫) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ઘરે તે ઝેરી દવા પી ગયો હતો જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે






Latest News