ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલલમાં બે મેલેરિયાના પોઝિટિવ કેસ: ૩૪૫૦ મચ્છરના ઘરમાં પોરા મળ્યા


SHARE











મોરબી જીલલમાં બે મેલેરિયાના પોઝિટિવ કેસ: ૩૪૫૦ મચ્છરના ઘરમાં પોરા મળ્યા

મોરબી જીલ્લાના તમામ વિસ્તારમાં ખુબજ સારા પ્રમાણમાં વ્યાપક વરસાદ પડેલ જેના કારણે કોઇ રોગચાળો ઉદભવે નહીં તેવા હેતુથી તકેદારીના ભાગ રૂપે આરોગ્ય વિભાગ મોરબી દ્વારારોગચાળા અટકાયતી પગલાની કામગીરી હાથ ધરેલછે. તેમજ સપ્ટેમ્બર મહિનો વાહકજન્ય રોગોના ફેલાવા માટે ખુબજ અનુકુળ હોવાને કારણે અન્ય મહિનાની સરખામણીમાં આ મહિનામાં વધુ પ્રમાણમાં કેસો નોંધાતા હોઈ છે મોરબી જિલ્લામાં ડીડીઓ પી. જે. ભગદેવની સુચના મુજબ તથા જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરાના માર્ગદર્શન હેઠળ મેલેરિયા અધિકારી ડો.સી.એલ. વારેવડીયા અને ટીમો કામ કરી રહી છે 

મોરબી જીલ્લામાં હાઉસ ટુ હાઉસસર્વેલન્સ કરવામાં આવેલ છે અને સર્વેલન્સ માટે ૨૨૪ પુરુષ આરોગ્ય કાર્યકર, ૨૨૯ સ્ત્રી આરોગ્ય કાર્યકર, ૮૬૨ આશા બહેનો, ૩૩ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝરો, ૨ મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝર મળી જીલ્લાના કુલ ૧૩૫૦ કર્મચારીઓ અને આશા બહેનોને આ કામગીરી જોડાયેલા છે અને હાલમાં ૬૭૫ ટીમોની રચના કરીને કામ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જીલ્લામાં ઘરની અંદરના ઘરવપરાશના ભરેલા પાણીના પાત્રોમાં એબેટનું દ્રાવણ નાખી મચ્છર ઉત્પતી અટકાવવાની પ્રવુંતિઓ,  શંકાસ્પદ મેલેરિયા અને ડેન્ગ્યુંના લક્ષણોધરાવતા વ્યક્તિઓના લોહીના નમુના લઇ લેબોરેટરી પરીક્ષણ, જુના કાટમાળ અને નકામી વસ્તુમાં કે જ્યાં પાણી ભરાયેલ હોય તેમનો યોગ્ય નિકાલ કરવામાં આવેલ હતો

મોરબીના જુદાજુદા ગામની આજુબાજુના પાણીના જળાશયોમાં ગપ્પી અને ગંબુશિયા નામની માછલીઓ મુકવાની કામગીરી, નાના મોટા ખાડા, ખાબોચિયામાં બી.ટી.આઈ. દવાનો સ્પ્રેની કામગીરી કરી મચ્છરનો ઉપદ્રવ અટકાવવાની કામગીરી પણ કરવામાં આવેલ છે, અત્યાર સુધીમાં ,૭૩,૬૯૫ ઘરોમાં ,૫૯,૯૭૧ લોકોને ચેક કરેલ છે ત્યારે ૩૪૫૦ ઘરમાં પોરા જોવા મળેલ છે અને શંકાસ્પદતાવના ૩૭૯૪ કેસો તેમજ મેલેરિયા પોઝીટીવ બે કેસો મળી આવ્યા હતા

 






Latest News