વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે બિનવારસી દિવંગતો-ઝુલતાપુલ ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત સપ્તાહ સંપન્ન


SHARE









મોરબીના જલારામ મંદિરે બિનવારસી દિવંગતો-ઝુલતાપુલ ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત સપ્તાહ સંપન્ન

મોરબીના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા જલારામ મંદિરે તા.૮થી ૧૪ સુધી દરમિયાન બિનવારસી દિવંગતો, ઝુલતાપુલ ઘટનાના દિવંગતો અને સર્વપિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાસા પીઠેથી બાળવિદુષી રત્નેશ્વરી દેવીજી (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ)એ તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યુ હતું

મોરબીના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો તેમજ ઉત્સવો જેવા કે પરિક્ષીત રાજાનો જન્મ, શુકદેવજી મહારાજનુ આગમન, વરાહ અવતાર, કપિલ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષીત રાજાનો મોક્ષ સહીતના પ્રસંગો ભક્તિભાવપૂર્વક ધામ-ધૂમથી ઉજવવામા આવ્યા હતા. દરરોજ કથા વિરામ થયા બાદ દરેક શ્રોતાઓ તેમજ ભાવિક ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યુ હતુ. સર્વ પિતૃ મોક્ષાર્થે યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહના યજમાન પદે મીનાબેન ચંદ્રકાંતભાઈ કક્કડ પરિવાર, નર્મદાબેન ઝવેરચંદભાઈ પોપટ પરિવાર, સ્વ.વાલજીભાઈ આણંદજીભાઈ ખાખરીયા પરિવાર, સ્વ.વિજયભાઈ રાજેન્દ્રભાઈ વિઠ્ઠલાણી પરિવાર, જશુબેન જેરામભાઈ જેઠવા પરિવાર, કુંવરબેન હરિભાઈ ચૌહાણ પરિવાર, મગનભાઈ ગીરઘરભાઈ જોબનપુત્રા પરિવાર, દીનેશચંદ્ર મણીલાલ પારેખ સહીતના પરિવારો બિરાજમાન થયા હતા. આ આયોજનને સફળ બનાવવા જલારામ મંદિર મહિલા મંડળના બહેનોએ જહેમત ઉઠાવી હતી તે ઉપરાંત મહિલા મંડળ દ્વારા દરેક પોથી યજમાનો, વ્યાસપીઠ પર બિરાજમાન રત્નેશ્વરી દેવીજી તેમજ દરેક સહયોગીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ તેમ જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ યાદીમાં જણાવ્યુ છે.




Latest News