વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે અકસ્માત સર્જીને વૃધ્ધાનું મોત નિપજાવનાર અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના બાયપાસ રોડે અકસ્માત સર્જીને વૃધ્ધાનું મોત નિપજાવનાર અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ શેર એ પંજાબ હોટલની સામેના ભાગમાંથી ડબલ સવારી બાઈકમાં દંપતિ પસાર કર્યું હતું ત્યારે તે બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વૃદ્ધાનું મોત થયું હતું જે બનાવમાં હાલમાં ઇજાગ્રસ્ત વૃદ્ધે સારવાર લીધા બાદ અજાણ્યા ટ્રક ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નાની વાવડી રોડ ઉપર આવેલ સુમતીનાથ સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ હીરાચંદભાઈ વૈદ જાતે વાણીયા (૬૨)એ અજાણ્યા ટ્રક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે પાંચ દિવસ પહેલા તેઓ પોતાના પત્ની પારુલબેન વૈદ (૬૦) સાથે બાઈક નંબર જીજે ૩ એચસી ૪૬૨૨ લઈને મોરબીના બાયપાસ રોડ ઉપર આવે શેેર એ પંજાબ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેઓના ડબલ સવારી બાઈકને પાછળથી હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો ત્યારે ફરિયાદી તથા તેના પત્નીને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમાં ફરિયાદીના પત્ની પારુલબેન વૈધને ગંભીર ઇજા થઇ હોવાથી તેનો મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને અજાણ્યો ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા વૃધ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માર માર્યો
મોરબીના પીપળી રોડ ઉપર આવેલ મારૂતિ પાર્કમાં રહેતા શ્યામ બાલચંદ્ર ગુપ્તા (૨૭) નામના યુવાનને મોરબી નજીકના રંગપર ગામ પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

માર માર્યો
મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે રહેતા નીરૂબેન રાજભાઈ કાનાણી (૩૫) નામની મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે




Latest News